IND vs ENG: ત્રીજી ટેસ્ટની ટીમમાં બદલાવ કરી શકે છે ભારત, આવી હોઇ શકે છે પ્લેઇંગ ઇલેવન
ચેન્નાઈ ટેસ્ટ બાદ ભારત અને ઇંગ્લેન્ડની અંતિમ બે ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ 24 ફેબ્રુઆરીએ રમાશે. શ્રેણીમાં ત્રીજી મેચમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે કારણ કે શ્રેણી 1-1થી બરાબરી પર છે. આ પહેલા ભારત અને ઇંગ્લેન્ડે મેચ માટે પોતાની ટીમોની ઘોષણા કરી હતી. પરંતુ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત હજી બાકી છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાવા કેટલાક ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે.
અક્ષરની જગ્યાએ હાર્દીકને મોકો
અમદાવાદમાં ત્રીજી ટેસ્ટમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને તક મળી શકે છે. આથી બીજી ટેસ્ટ ડેબ્યૂ કરનારો અક્ષર પટેલે આ મેચમાં બેંચ પર બેસવું પડશે. આનું મુખ્ય કારણ એ છે કે પિંક બોલનો ઉપયોગ ત્રીજી ટેસ્ટમાં કરવામાં આવશે, જે ડે-નાઈટ મેચ હશે. આનો ફાયદો સ્પિનરો કરતા વધુ ઝડપી બોલરોને થશે. તો ભારતનો કેપ્ટન વિરાટ કોહલી સ્પિનર અક્ષરને હટાવવા અને ઝડપી બોલર હાર્દિકની પસંદગી કરવાનું વિચારશે.
બુમરાહની થઇ શકે છે વાપસી
રોટેશન પોલિસી મુજબ બીજી ટેસ્ટ માટે આરામ કરનારા જસપ્રિત બુમરાહની પસંદગી પ્લેઇંગ ઈલેવનમાં થઈ શકે છે. વળી, તે ડે-નાઈટ ટેસ્ટ મેચ હોવાથી અનુભવી ઝડપી બોલર બુમરાહ રમવાનું વધુ અનુકૂળ રહેશે. જો બુમરાહને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવે તો સ્પિનર કુલદીપ યાદવને નકારી શકાય તેમ છે. કુલદીપ તાજેતરમાં જ તેની બીજી મેચ સાથે ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો હતો. પરંતુ તેણે આ મેચમાં સારું પ્રદર્શન કર્યું ન હતું. તેણે બંને ઇનિંગ્સમાં માત્ર 2 વિકેટ ઝડપી હતી. બાકીની ટીમ બીજી ટેસ્ટ મેચ જેવી હશે.
છેલ્લા 2 ટેસ્ટ માટે ભારતીય ટીમ-
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુબમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), રીદ્ધિમન સાહા (વિકેટકીપર), આર અશ્વિન, કુલદીપ યાદવ. અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ (ફિટનેસ પર આધાર).
ત્રીજી ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો