IND vs NZ T20I: આ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે ભારત
નવી દિલ્હીઃ ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 24 જાન્યુઆરીથી પહેલા ટી20 મુકાબલા સાથે શરૂ થઈ જશે. આ પ્રવાસને આગામી ટી20 વર્લ્ડ કપ માટે મોટી તૈયારીના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. આ કારણે જ ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં આ પ્રવાસ કરવા છતાં સૌથી મોટી સંખ્યામાં માત્ર ટી20 મેચ જ રમશે. આ પાંચ મેચની ટી20 સીરિઝ છે. જેની પહેલી મેચ શુક્રવારે ઑકલેન્ડમાં રમાશે.
ભારતીય ટીમ માટે એકવાર ફરીથી યુવાઓ પર ભરોસો કરવાનો વિકલ્પ ખુલો છે કેમ કે શિખર ધવન અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ ફિટનેસ સમસ્યાને પગલે પ્રવાસ પર ઉપલબ્ધ નહિ રહે. ભારતે ધવનની જગ્યાએ ટી20 સીરિઝમાં સંજૂ સેમસનને પસંદ કર્યો છે. એવામાં આવો જોઈએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટી20માં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવા પ્રકારની હોય શકે છે.

રોહિત-રાહુલની ઓપનિંગ જોડી
રોહિત શર્માનું સદાબહાર ફોર્મ યથાવત છે તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ વનડે મુકાબલામાં નિર્ણાયક સદી ફટકારી હતી. જ્યારે લોકેશ રાહુલ એક અલગ અવતારમાં જોવા મળવા લાગ્યા છે. રાહુલે કાંગારુઓ વિરુદ્ધ પાછલી સિરીઝમાં નંબર પાંચ પર પણ બેટિંગ કરી છે અને ઓપનિંગમાં પણ ધમાલ મચાવી છે. તેમણે માત્ર 100થી ઉપરના સ્ટ્રાઈક રેટ સાથે 48.67ની એવરેજથી પાછલી સીરિઝમાં રન બનાવ્યા હતા.

વિરાટ કોહલી અને મીડલ ઓર્ડર
કેપ્ટન કોહલી નંબર ત્રણ પર જોવા મળશે. કોહલીએ પોતાની અંતિમ સીરિઝમાં જબરદસ્ત ફોર્મ દેખાડ્યું હતું અને તેઓ મેન ઑફ ધી મેચ રહ્યા હતા.
શ્રેયસ અય્યર
નંબર ચાર પર ભારત શ્રેયસ ઐય્યરને ઉતારી શકે છે. ઐય્યર માટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બહુ મોટો સ્કોર કરવાનો મોકો નથી મળી શક્યો. જો કે તેઓ અંતિમ મુકાબલામાં લય હાંસલ કરતા જોવા મળ્યા હતા. પાંચ મેચની ટી20 સીરિઝમાં ઐય્યર એકવાર ફરીથી નંબર 4 પર ખુદને મજબૂત દાવેદાર સાબિત કરવા ઉતરશે.
ઋષભ પંત
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પહેલી મેચમાં ઈજા બાદ પંત બાકીના બે મુકાબલામાં નહોતો રમી શક્યો અને રાહુલે કીપિંગ કર્યું હતું. એવામાં ભારત પાસે પંતની જગ્યાએ મનીષ પાંડેને રમાડવાનો મોકો છે પરંતુ પંતને મળતા મોકા અને વિશ્વ કપ જેવી પરિસ્થિતિઓને જોતા ભારતીય ટીમ નિયમિત કીપર તરીકે પંતને બૈક કરવા માંગશે. એવામાં પંત 5મા નંબર પર ઉતરી શકે છે.

ઑલરાઉન્ડર્સ- શિવમ દુબે અને વૉશિંગ્ટન સુંદર
વિરાટ કોહલી વનડે મેચમાં 6 બેટ્સમેન અને 5 બોલર્સના સંયોજન સાથે ગયા હતા. પરંતુ ટી20માં તેઓ 5 બેટ્સમેન, 2 ઓલરાઉન્ડર્સ અને 4 બોલર્સ સાથે ઉતરી શકે છે. આપણે અગાઉ પણ જોયું છે કે ભારતે શિવમ દુબે અને વૉશિંગ્ટન સુંદરને પહેલા પણ રમાડ્યા છે.

બૉલિંગ ડિપાર્ટમેન્ટ
બોલર્સમાં ભારત એ સાઈડ સાથે જ ઉતરી શકે છે જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવા ઉતરી હતી. એવામાં ભારત પોતાના પહેલા સ્પિનર તરીકે કુલદીપ યાદવ સાથે ઉતરે તો આશ્ચર્ય નહિ થાય. જ્યારે પેસરમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને નવદીપ સૈનીની બોલિંગનું કોમ્બિનેશન જોવા મળી શકે છે.
IPLમાં આઠમી ફ્રેન્ચાઈઝી તરફથી રમશે એરોન ફિંચ, આવું કરનાર એકમાત્ર ખેલાડી
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો