For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs PAK : પાકિસ્તાન સામે ભારતની જોરદાર જીત, વિરાટ અને પંડ્યાએ જીત્યું દિલ

ભારે રસાકસી બાદ ભારતે પાકિસ્તાન સામેની મેચ 4 વિકેટે જીતી લીધી હતી. પાકિસ્તાને આપેલા 160 રનના ટાર્ગેટને ચેઝ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેચ ચેઝ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

IND vs PAK : ભારે રસાકસી બાદ ભારતે પાકિસ્તાન સામેની મેચ 4 વિકેટે જીતી લીધી હતી. પાકિસ્તાને આપેલા 160 રનના ટાર્ગેટને ચેઝ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેચ ચેઝ કર્યો હતો. આ જીતનો જશ હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીને જાય છે. વિરાટ કોહલીએ ભારત તરફ અણનમ સૌથી વધુ 82 રન બનાવ્યા છે. 31 રનમાં ચાર વિેકેટ ગુમાવ્યા બાદ કોહલી અને પંડ્યાએ ટીમને જીતની ખુબ જ નજીક પહોંચાડી હતી.

ફ્લોપ રહ્યા કેએલ રાહુલ અને રોહિત શર્મા

ફ્લોપ રહ્યા કેએલ રાહુલ અને રોહિત શર્મા

160 રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતને પ્રથમ ઝટકો 7 રનમાં કેએલ રાહુલના રૂપમાં લાગ્યો હતો.

રાહુલ માત્ર 4 રન બનાવીને નસીમ શાહના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. રાહુલ એશિયા કપમાં પણ આવી જ રીતે આઉટ થયો હતો.

કેએલરાહુલ બાદ રોહિત શર્મા પણ સ્લિપમાં હરિસ રઉફના હાથે ઈફ્તિખાર અહેમદના હાથે કેચ આઉટ થયો હતો.

ન ચાલ્યા સૂર્યકુમાર યાદવના સ્ટાર

ન ચાલ્યા સૂર્યકુમાર યાદવના સ્ટાર

સૂર્યકુમાર યાદવ સારા ફોર્મમાં બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ હરિસ રઉફે સૂર્યકુમાર યાદવને 15 રને વિકેટકીપર મોહમ્મદ રિઝવાનના હાથેકેચ આઉટ કરાવ્યો હતો.

જે બાદ બેટિંગ કરવા આવેલા ડાબોડી બેટ્સમેન અક્ષર પટેલ પણ રનઆઉટ થયો હતો. 31 રનમાં ચાર વિકેટ પડીગયા બાદ ભારતીય ટીમને સંભાળવાનું કામ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ કર્યું હતું.

પહેલી ઇનિંગમાં ભારતીય બોલરોએ બતાવી તાકાત

પહેલી ઇનિંગમાં ભારતીય બોલરોએ બતાવી તાકાત

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનો કેપ્ટન બાબર આઝમ ખાતું ખોલાવ્યા વગર જઆઉટ થઈ ગયો હતો.

બીજી ઓવરના પહેલા જ બોલ પર અર્શદીપ સિંહે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પેવેલિયન મોકલી દીધો હતો.બાબર આઝમ એલબીડબ્લ્યુ આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો.

અર્શદીપ સિંહે પણ મોહમ્મદ રિઝવાનને આઉટ કર્યો હતો. આઉટ થયાબાદ તરત જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો, પરંતુ થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો.

ભારતની પ્લેઇંગ ઇલેવન :

ભારતની પ્લેઇંગ ઇલેવન :

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રનઅશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન :

પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન :

બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ ક્રિકેટ), શાન મસૂદ, હૈદર અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, ઇફ્તિખાર અહેમદ,આસિફ અલી, શાહીન આફ્રિદી, હરિસ રૌફ, નસીમ શાહ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs PAK : Huge win for India against Pakistan, Virat and Pandya win hearts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X