
Ind vs Pak: મેચ બાદ કોહલીએ બાબર આઝમને આપ્યા અભિનંદન, રિઝવાનને ગળે લગાવ્યો, ફોટો થયો વાયરલ
નવી દિલ્લીઃ ભારત સામે પાકિસ્તાનની પહેલી વિશ્વ કપ જીત છેવટે આવી જ ગઈ. પાકિસ્તાને રવિવારે 24 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપ 2021ના સુપર 12 મેચમાં ભારતને 10 વિકેટથી હરાવી દીધુ. આ જીત વિશ્વ કપમાં ભારત સામે પાકની પહેલી જીત હતી, ભલે ફૉર્મેટ ગમે તે હોય. શરૂઆતથી જ બેકફૂટ પર રહ્યા બાદ વિરાટ કોહલી એન્ડ કંપની પાસે ગેમમાં વધુ તક નહોતી.
બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ભારતીય બોલિંગને સ્કૂલી બૉયની ટોળી બનાવી દીધી. 17.5 ઓવરમાં શરૂઆતની વિકેટ માટે 152 રનની અણનમ ભાગીદારી અને પાકિસ્તાની સરળતાથી લક્ષ્યનો પીછો કર્યો. જ્યાં બાબર 68 રન બનાવીને અણનમ રહ્યા, વળી, રિઝવાન 79 રન પર અણનમ રહ્યા. પાકિસ્તાનની જીત બાદ કોહલીને પાકિસ્તાનના સલામી બેટ્સમેનો સાથે વાતચીત કરતા અને તેમના પ્રદર્શનની પ્રશંસા કરતા જોવામાં આવ્યા.
કોહલી જ્યારે આઝમને મળ્યા ત્યારે તેમની સાથે ઉત્સાહિત રિઝવાન પણ હતા. આ ખેલાડી કોહલીને બહુ ઓછો મળી શક્યા છે. માત્ર વિશ્વ કપ જેવી સ્પર્ધાઓમાં તેમનો આમનો-સામનો થાય છે. બાબર આઝમ જ્યાં કોહલીને જોઈને ખુશ થતા દેખાયા ત્યાં રિઝવાનનુ રિએક્શ જોવાલાયક હતુ. તે ખૂબ નમ્રતા અને બાળકો જેવા ઉત્સાહ સાથે કોહલી સાથે હાથ મિલાવવા માટે ઉત્સુક હતા. વિરાટે રિઝવાનને ગળે લગાવી દીધો અને આ પળ સોશિયલ મીડિયા પર હિટ થઈ ચૂકી છે. ભારત-પાકિસ્તાન મેચની આ સારી યાદો તરીકે નોંધાઈ ગઈ છે. કોહલીના ચહેરા પર માત્ર સંતોષનુ સ્મિત હતુ પરંતુ હારનો રંજ પણ દેખાઈ રહ્યો હતો.
મેચ બાદ સમારંભમાં પાકિસ્તાનના કેપ્ટન બાબરે કહ્યુ કે તેમની ટીમ પોતાની યોજનાઓને અંજામ આપવામાં સક્ષમ હતી. 27 વર્ષીય બાબરે એ પણ માન્યુ કે બીજા હાફમાં પિચ બેટિંગ માટે સારી થઈ ગઈ. બીજી તરફ, કોહલી એ કહેવામાં સ્પષ્ટ હતા કે તેમની ટીમ યોજનાઓ પર ટકી રહેવામાં સક્ષમ નહોતી. 32 વર્ષીય વિરાટનુ એ પણ માનવુ હતુ કે શરૂઆતની વિકેટોએ ભારતને બેકફૂટ પર ધકેલી દીધુ.
પાકિસ્તાનની આગલી મેચ ન્યૂઝીલેન્ડ સાથે છે અને આ એક ખૂબ મોટી મેચ છે કારણકે કીવી ટીમ પાકિસ્તાનમાં ઉતર્યા બાદ પણ કોઈ મેચ રમ્યા વિના પાછી જતી રહી હતી. ત્યારથી પાકિસ્તાનીઓએ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને સબક શીખવવા માટે કસમ ખાધી છે. ભારતની આગલી મેચ રવિવારે 31 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે છે. હાલમાં ભારતે આંખ ખોલવાની જરૂર છે અને મોટા નામોની આભામાંથી બહાર નીકળીને વર્તમાન ફૉર્મવાળા ખેલાડીઓ પર પણ નજર નાખવાની જરૂર છે.
Virat Kohli appreciating Babar Azam and Rizwan. After all, this is a game. Always nice to see this mutual respect. pic.twitter.com/ouVH9gWISr
— Johns. (@CricCrazyJohns) October 24, 2021
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો