IND vs SA: કોરોના વાયરસથી બચવા માટે BCCIએ ગાઈડલાઈન જાહેર કરી, જણાવ્યું- શું કરવું અને શું નહિ
નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની વનડે સીરિઝનો પહેલો મેચ ધર્મશાળામાં રમાશે. જેની શરૂઆત ગુરુવારથી થઈ રહી છે. જ્યારે દુનિયાભરમાં તબાહી મચાવનાર સંક્રામક વાયરસ કોરોનાના લપેટામાં આવવાથી બચવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની મેડિકલ ટીમે ખેલાડીઓ અને સ્ટાફ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જે અંતર્ગત બીસીસીઆઈની મેડિકલ સ્ટાફ ટીમે કોરોના વાયરસથી બચવા માટે ભારતીય ખેલાડીઓને બહારનો ખોરાક અને સેલ્ફી લેવાનું ટાળવા સલાહ આપી છે.
ઉલ્લેખનીય ચે કે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 60થી વધુ મામલા સામે આવી ચૂક્યા છે. આ વાતને ધ્યાનમાં રાખતા બીસીસીઆઈની મેડિકલ ટીમે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ધર્મશાળામાં રમાનાર પહેલી વનડે પહેલા ભારતીય ટીમને કેટલાક નિર્દેશ આપ્યા છે.

આઈપીએલમાં પણ આ દિશા નિર્દેશ લાગૂ થશે
બીસીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલ આ સુરક્ષાના પગલાં અને દિશાનિર્દેશો 29 માર્ચથી શરૂ થનાર આઈપીએલમાં પણ ચાલુ રાખવામાં આવે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને પગલે અત્યાર સુધી કેટલીય રમતોનું આયોજન ટળી ચૂક્યું છે જેમાં નિશાનેબાજી વર્લ્ડ કપ અને ઈન્ડિયન ઓપન ગોલ્ફ ટૂર્નામેન્ટ પણ સામેલ છે.
બીસીસીઆઈએ કહ્યું કે, 'બીસીસીઆઈની તબીબી ટીમે કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ પર નજર રાખેલી છે. તમામ ખેલાડીઓ, ટીમના સહયોગી સ્ટાફ, રાજ્ય સંઘોને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ દિશાનિર્દેશો વિશે જણાવવામાં આવ્યું છે.'

ખેલાડીઓને શું કરવું શું ના કરવુંની યાદી સોંપી
ખેલાડીઓને ખુદ જ સ્વચ્છતા બનાવી રાખવા માટે શું કરવું અને શું ના કરવું તેની યાદી સોંપવામાં આવી છે. જેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ એવા રેસ્ટોરાંથી ખાવાનું ખાવાથી બચે જ્યાં સાફ સફાઈના માપદંડ વિશે ખબર ના હોય અથવા સમજૂતી કરવામાં આવતી હોય.
આની સાથે જ ખેલાડીઓને કોઈ બાહરી વ્યક્તિ ાથે નજીકનો સંપર્ક બનાવવા અથવા વાત કરવાથી બચવા માટે કહેવામાં આવ્યું છે. દિશાનિર્દેશોમાં ખેલાડીઓને હાથ મિલાવવા તથા સેલ્ફી લેવા માટે કોઈ અજાણ્યા સખ્સના ફોનનો ઉપયોગ કરવાનું ટાળવા કહ્યું છે.
IPL દરમિયાન ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને કોરોનાથી ન્યૂઝીલેન્ડ બોર્ડ સતત અપડેટ કરાવતુ રહેશે!

આયોજકો અને ખેલાડીઓ સફાઈનું ખાસ ધ્યાન રાખે
બીસીસીઆઈએ આની સાથે જ આયોજકોને સફાઈનું ખાસ ધ્યાન રાખવાના નિર્દેશ આપ્યા છે. બીસીસીઆઈએ એરલાઈન્સ, ટીમ હોટલો, રાજ્ય સંઘો અને ચિકિત્સા દળોને ખેલાડીઓના ઉપયોગ કરતા પહેલા અને ખેલાડીઓના ઉપયોગ કરતી વખેત તમામ સુવિધાઓની સાફ સફાઈ કરવાનો નિર્દેશ આપ્યો છે.
બોર્ડે કહ્યું કે, સ્ટેડિયમના તમામ શૌચાલયોમાં હેંડવોશ અને સેનેટાઈજર રહેશે. ચિકિત્સા દળ અને સ્ટેડિયમમાં હાજર પ્રાથમિક ચિકિત્સાકર્મી ઉપચાર ઈચ્છતા તમામ રોગીઓનો રેકોર્ડ રાખશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો