IND vs SA: ધર્મશાળામાં હાર્દિક પંડ્યા પણ બનાવી શકે મોટો રેકોર્ડ, ખાસ યાદીમાં થશે સામેલ
નવી દિલ્હીઃ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ગુરુવારે રમાનાર વનડે મેચથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવવા જઈ રહેલી 3 મેચની સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય ટીમ માટે આ સીરિઝથી ઈજાના કારણે બહાર થયેલા કેટલાય ખેલાડીઓની વાપસી થઈ છે. જેમાં સલામી બેટ્સમેન શિખર ધવન પણ સામેલ છે જેઓ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝની પહેલી મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે ભૂવનેશ્વર કુમાર સ્પોર્ટ્સ હાર્નિયાની સર્જરી બાદ મેદાનમાં પરત ફરી રહ્યા છે.
સાથે જ ભારતીય ટીમના ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ વાપસી કરી રહ્યા છે જે કમરની સર્જરીને પગલે 6 મહિનાથી મેદાનથી દૂર છે. ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરિઝમાં ભારતને આ દિગ્ગજ ખેલાડીઓની કમી મહેસૂસ થઈ હતી જ્યાં 3-0થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. જો કે ટીમમાં હાર્દિક પંડ્યાની વાપસીથી સંતુલન જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે હાર્દિક પંડ્યા ધર્મશાળામાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવા જઈ રહ્યો છે.

43 રન બનાવતાં જ હાર્દિકના નામે થઈ જશે આ રેકોર્ડ
સપ્ટેમ્બરમાં પોતાની અંતિમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમ્યા બાદ હાર્દિક પંડ્યા ધર્મશાળામાં ફરી એકવાર આ ટીમના સામે મેદાન પર વાપસી કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આ મેચમાં હાર્દિક પંડ્યા પાસે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાનો મોકો છે. ધર્મશાળામાં રમાનાર પહેલી વનડે મેચમાં હાર્દિક પંડ્યા જો 43 રન બનાવવામાં સફળ થાય છે તો તે ભારત માટે 1000 રન અને 50 વિકેટ ખેરવનાર 13મા ખેલાડી બની જશે.

વર્લ્ડ કપ બાદ પહેલીવાર વનડેમાં રમશે હાર્દિક
વનડે મેચની વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ પોતાની છેલ્લી મેચ ભારત માટે ગયા વર્ષે વર્લ્ડ કપ સેમીફાઈનલના રૂપમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી જેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ટી20 ફોર્મેટમાં હાર્દિક પંડ્યાએ પોતાની અંતિમ મેચ સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે બેંગ્લોરમાં રમી હતી.
લોઅર બેકની સર્જરી કરાવ્યા બાદ પંડ્યાએ લાંબા સમયતી ક્રિકેટ મેદાનથી દૂર રહેવું પડ્યું છે. સર્જરી બાદ પંડ્યાનો વજન પણ ઘણો ઘટી ગયો હતો. પંડ્યાએ પાછલા ત્રણ મહિનામાં પોતાનો વજન 68થી 75 કિલોગ્રામ સુધી પહોંચાડ્યો છે.

હાર્દિક પંડ્યાનું અત્યાર સુધીનું કરિયર આવું રહ્યું
હાર્દિક પંડ્યાએ ભારત માટે 11 ટેસ્ટ, 54 વનડે ઈન્ટરનેશનલ અને 40 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેમના ખાતામાં 532 ટેસ્ટ, 957 વનડે ઈન્ટરનેશનલ અને 310 ટી20 ઈન્ટરનેશનલ રન નોંધાયેલા છે. આ ઉપરાંત તેઓ 17 ટેસ્ટ, 54 વનડે ઈન્ટરનેશનલ અને 38 ટી20 ઈન્ટરનેશનલ વિકેટ પણ લઈ ચૂક્યા છે.
IND vs SA: સચિન તેંડુલકરને પાછળ છોડી આવું કરનાર પહેલા બેટ્સમેન બનશે કોહલી
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો