IND vs SA: સચિન તેંડુલકરને પાછળ છોડી આવું કરનાર પહેલા બેટ્સમેન બનશે કોહલી
નવી દિલ્હીઃ ભારતીય પ્રવાસ પર વનડે સીરિઝ રમવા માટે આવેલ સાઉથ આફ્રિકી ટીમ સાથે આજે પહેલી વનડે મેચ રમાશે, ધર્મશાળાના મેદાનમાં બંને ટીમ એકબીજા સાથે ટકરાશે. જ્યાં ભારતીય ટીમ આ સીરિઝમાં ન્યૂઝીલેન્ડ સામે ક્લીન સ્વિપ ખમીને મેદાનમાં ઉતરવા જઈ રહી છે જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે ઓસ્ટ્રેલિાના સૂપડા સાફ કર્યા બાદ ભારતને પણ હરાવવા માંગશે. એવામાં 3 મેચની આ વનડે સીરિઝમાં બંને ટીમ જીતની તલાશ કરશે.
દક્ષિણ આફ્રિકા સામે વનડે સીરિઝમાં ભારતીય ટીમના કેટલાય ખેલાડીઓ કે જેઓ ઈજાગ્રસ્ત હતા અને ટીમથી દૂર હતા તેઓ મેદાન પર વાપસી કરી રહ્યા છે, જેમ કે શિખર ધવન, ભૂવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા. આ ખેલાડીઓની વાપસીથી ભારતીય ટીમ મજબૂત તો થઈ છે પરંતુ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી આ સીરિઝમાં જીતવાની સાથે પોતાનું ગુમાવેલું ફોર્મ પણ પરત હાંસલ કરવાની કોશિશ કરશે. એવામાં તેમની પાસે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરવાનો મોકો છે.

સચિનના મોટા રેકોર્ડની બરાબરી કરી શકે છે કોહલી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ભલે પાછલી 22 ઈનિંગમાં એક પણ સદી ના ફટકારી શક્યા હોય પરંતુ કોઈને પણ તેમના ટેલેન્ટ પર શક નથી, અને તેઓ ગમે ત્યારે વાપસી કરી શકે છે. એવામાં વિરાટ કોહલી સામે માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરના એક વિશાળ રેકોર્ડથી માત્ર 133 રન જ દૂર છે.
વનડે સીરિઝમાં 133 રન બનાવતા જ વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં 12 હજાર રન પૂરા કરી લેશે અને આવું કરનાર તેઓ બીજા ભારતીય અને દુનિયાના 5મા ખેલાડી બની જશે.

સૌથી ઓછી ઈનિંગમાં કરી બતાવશે આ કારનામું
જો આવું કરવામાં કોહલી સફળ થઈ જાય છે તો સૌથી ઝડપી 12000 વનડે રન પૂરા કરનાર ખેલાડી બની જશે. અત્યાર સુધી 12 હજાર રન બનાવનાર વનડે ખેલાડીઓની વાત કરીએ તો બધા જ ખેલાડીઓએ 300થી વધુ ઈનિંગ રમી છે, જ્યારે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં માત્ર 239 ઈનિંગ જ રમી છે. 12 હજાર રન બનાવનાર ખેલાડીઓની વાત કરીએ તો સચિન તેંડુલકર સિવાય રિકી પોંટિંગ, કુમાર સાંગાકારા, સનથ જયસૂર્યા અને મહિલા જયવર્ધને આ મુકામ હાંસલ કરેલ છે.

વિરાટ સામે ટીકાકારોનું મોઢું બંધ કરવાનો પડકાર
ધર્મશાળાના એચપીસીએ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી મેચ રમાવવા જઈ રહી છે, જો કે આ મેચમાં વરસાદ વિલન બની શકે તેવા પૂરા અણસાર છે. આ સીરિઝમાં વિરાટ કોહલી સામે પોતાના પ્રદર્શનને સુધારવા અને બેટિંગના દમ પર ટીકાકારોનું મોઢું બંધ કરાવવાનો પડકાર છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝમાં વિરાટ કોહલી માત્ર 75 રન જ બનાવી શક્યા હતા.
જેને લઈ વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું કે તેમની પ્રાથમિકતા ટી20 વર્લ્ડકપ છે. તેમ છતાં તેઓ બીજી સીરિઝ હારવા નહિ માંગે. આ મેચમાં વિરાટ કોહલી માટે પ્લેઈંગ ઈલેવન પસંદ કરવા આસાન નહિ હોય. હાર્દિક પંડ્યાં લાંબી બ્રેક બાદ વાપસી કરી રહ્યો છે.
IND vs SA Dream 11 team Prediction: સંભવિત પ્લેઈંગ ઈલેવન, પીચ રિપોર્ટ

આવી છે ભારતીય અને દક્ષિણ આફ્રિકી ટીમો
ભારતઃ વિરાટ કોહલી, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર, હાર્દિક પંડ્યા, રિષભ પંત, પ્રૃથ્વી શો, શુભમન ગીલ, મનિષ પાંડે, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ
સાઉથ આફ્રિકાઃ ક્વિન્ટન ડિકોક, ફાફ ડૂ પ્લેસિસ, રસી વાન ડેર ડસ્સેન, તેમ્બા બવુમા, કાઈલ વેર્રેયને, જેન્નેમન માલન, હેનરીક ક્લાસિન, ડેવિડ મિલર, જેજે સ્મટ્સ, જિયોર્જ લિંડે, એન્ડાઈલ ફેહલુકવાયો, લુંગી નગીડી, એનરિચ નોર્ત્જે, બૌરેન હેન્ડરિક્સ, લુથો સિપમાલા અને કેશવ મહારાજ.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો