T20: વેસ્ટ ઈન્ડિઝ સામે કેવો છે ભારતનો રેકોર્ડ, કોહલી વિસ્ફોટક કે હિટમેન?
આગામી 6 ડિસેમ્બરથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આંતરરાષ્ટ્રીય ટી20 સીરિઝ શરૂ થવા જઈ રહી છે. મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શરૂ થશે. જ્યાં કેપ્ટન વિરાટ કોહલી કોઈપણ હાલમાં જીત હાંસલ કરવા માંગશે જેથી આત્મવિશ્વાસ સાથે આગામી આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં પગલું માંડી શકાય. જ્યારે મેહમાન ટીમ વિન્ડીઝ માટે વિજયી રથ પર સવાર ભારતીય ટીમને રોકવી પડકારજનક રહેશે. હાલમાં જ ભારતે પોતાના ઘરે આવેલ બાગ્લાદેશ ટીમને 2-1થી પરાજિત કરી હતી. જો ભારત-વિંડીઝ વચ્ચે અત્યાર સુધી રમાયેલ તમામ ટી20 મેચોના આંકડા પર નજર નાખીએ તો ભારતનું પલડું ભારી જોવા મળી રહ્યું છે. આવો જાણીએ બંને ટીમ વચ્ચે પાછલા 10 વર્ષમાં રમાયેલ ટી20 મેચના રેકોર્ડ શું કહે છે...

બંને ટીમ વચ્ચે 14 મેચ રમાણી
ભારત અને વિંડીઝ વચ્ચે પહેલી ટી20 મેચ 12 જુલાઈ 2009ના રોજ રમાણી હતી. આ મુકાબલો વિંડીઝે જીતી લીધો હતો. ત્યારથી લઈ આ બંને દેશ વચ્ચે કુલ 14 મેચ થયા છે, જેમાં ભારતે 8 અને વિંડીઝે 5 મેચ જીતી છે. જ્યારે એક મેચ ડ્રો થયો હતો. આ દરમિયાન ભારતની જીતનો રેકોર્ડ 57.14 ટકા જ્યારે વિંડીઝની જીતનો રેકોર્ડ 35.71 ટકા રહ્યો. બંનેની વચ્ચે આખરી મુકાબલો આ વર્ષના 6 ઓગસ્ટે રમાયો હતો, જેમાં ભારતે 7 વિકેટે જીત હાંસલ કરી હતી.

ભારતે જીતનો સિક્સર લગાવ્યો
એટલું જ નહિ, ભારત વિંડીઝ વિરુદ્ધ જીતનો સતત સિક્સર લગાવી ચૂક્યું છે. ભારતે 4 ફેબ્રુઆરી 2018થી લઈ અત્યાર સુધી 6 મેચ વિંડીઝ સામે રમી છે, તેમાં તમામ મેચમાં જીત મેળવી છે. એવામાં ભારત હવે તેમની વિરુદ્ધ જીતનો સિલસિલો ચાલુ રાખવા માંગશે, તે બીજી તરફ વિંડીઝ ટીમ સામે મોટો પડકાર રહેશે કે તેઓ ખુદને ભારતથી મળી રહેલ હારથી કેવી રીતે બચવું. જો કે આખરી આ 6 મેચમાં ભારતના પ્રદર્શન પર નજર નાખીએ તો વિંડીઝ બહુ આસાનીથી હારી ગયું છે.

વિંડીઝ સામેની છેલ્લી 6 મેચના આંકડા
- 4 નવેમ્બર 2018- ભારતે 5 વિકેટે મેચ જીતી
- 6 નવેમ્બર 2018- ભારતે 71 રને મેચ જીતી
- 11 નવેમ્બર 2018- ભારતે 6 વિકેટે મેચ જીતી
- 3 ઓગસ્ટ 2019- ભારતે 4 વિકેટે મેચ જીતી
- 4 ઓગસ્ટ 2019- ભારતે 22 રને મેચ જીતી
- 6 ઓગસ્ટ 2019- ભારતે 7 વિકેટે મેચ જીતી

વિંડીઝ પર સતત ત્ર્જી સીરિઝ ગુમાવવાનો ખતરો
ભારત-વિંડીઝ વચ્ચે આ ત્રીજી ટી20 સીરિઝ રમાવવા જઈ રહી છે. વિંડીઝ પર સતત ત્રીજી સીરિઝ ગુમાવવાનો ખતરો મંડરાયો છે. ભારેત અગાઉ વિંડીઝ સામે 2 સીરિઝમાં કબ્જો મેળવ્યો હતો. વર્ષ 2018ના નવેમ્બરમાં વિંડીઝ ટીમ ભારત આવી હતી. ત્યારે બંને વચ્ચે 3 ટી20 મેચની સીરિઝ રમાણી હતી જેના પર ભારતે 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. જે બાદ 2019માં ઓગસ્ટના મહિને ભારતીય ટીમ 3 ટી20 મેચ રમવા માટે વિંડીઝ ગઈ. વિંડીઝને ઉમ્મીદ હતી કે તેઓ ભારતમાં મળેલ હારનો બદલો લેશે. પરંતુ ભારતે અહીં પણ વિંડીઝને તેમના જ ઘરે માત આપતા ફરી તેમને 3-0થી ક્લીન સ્વીપ કરી દીધું. હવ ફરી એકવાર બંને દેશો વચ્ચે 3 મેચની જ સીરિઝ રમાશે. જોવાનું રહેશે કે શું વિંડીઝ પાસું પલટાવી શકશે કે પછી ભારત તેમની વિરુદ્ધ સીરિઝ જીતવાની હેટ્રિક લગાવશે.

કોહલી ભારે પડે છે કે રોહિત?
આ સીરિઝ દરમિયાન ફેન્સની નજર ફરી એકવાર હિટમેન રોહિત શર્મા અને રન મશીન વિરાટ કોહલી પર રહેશે જેઓ સતત રન વરસાવવાનું કામ કરી રહ્યા છે. વિંડીઝ વિરુદ્ધ જો બંનેના પ્રદર્શન પર નજર નાખીએ તો સાફ જોઈ શકાય કે આ બંને બેટ્સમેન વિંડીઝ પર ભારી પડે છે. જો કે રોહિત વધુ ખતરનાક સાબિત થયા છે. આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં અત્યાર સધી સૌથી વધુ 4 સદી ફટકારી ચૂકેલ રોહિત વિંડીઝ વિરુદ્ધ 12 મેચ રમી છે જેમાંથી તેમણે 47.22ની એવરેજથી 425 રન બનાવ્યા છે. જેમાં 3 ફિફ્ટી અને એક સદી સામેલ છે. રોહિતે તેમની વિરુદ્ધ રમાયેલ આખરી સીરિઝમાં 4,24,67 રનની ઈનિંગ રમી હતી. જ્યારે 6 નવેમ્બર 201ના રોજ તેમણે અણનમ 111 રન ફટકાર્યા હતા.
જ્યારે કોહલીના વિંડીઝ વિરુદ્ધના પ્રદર્શન પર નજર કરીએ તો ઉમ્મીદ છે કે તેમના બેટથી સદી નિકળશે. વનડેમાં 43 અને ટેસ્ટમાં 27 સદી ફટકારી ચૂકેલ કોહલી અત્યાર સુધી ટી20માં સદી નથી લગાવી ચૂક્યા. ઉમ્મીદ છે કે તેઓ આ કામ પણ કરી દશે. કોહલીએ વિંડીઝ વિરુદ્ધ અત્યાર સુધી રમાયેલ 9 મેચની 8 ઈનિંગમાં 45.43ની એવરેજથી 318 રન બનાવ્યા છે, જેમાં 3 ફિફ્ટી પણ સમેલ છે. કોહલીએ 31 માર્ચ 2016ના રોજ વાનખેડેમાં 47 બોલમાં અણનમ 89 રન ફટકાર્યા હતા, જે વિંડીઝ વિરુદ્ધની તેમની સૌથી વિસ્ફોટક ઈનિંગ છે.

આવી રહી હતી અંતિમ મેચ
ભારત-વિંડીઝ વચ્ચે અંતિમ ટી20 મેચ ગુયાનામાં 6 ઓગસ્ટે રમાણી હતી. આ મુકાબલામાં ભારતે 7 વિકેટથી આસાનીથી જીત નોંધાવી લીધી હતી. ભારતે ટૉસ જીત્યો અને પછી બોલિંગ કરવાનો ફેસલો લીધો. બેટિંગ કરવા આવેલ વિંડીઝ ટીમ ભારતીય બોલર્સ સામે સંઘર્સ કરતી દેખાઈ હતી. એક સમયે 14 રનમાં તેમની ત્રણ વિકેટ ખરી ગઈ હતી, પરંતુ કિરોન પોલાર્ડની 58 રનની ઈનિંગને લીધે ટીમ 100નો આંકડો પાર કરી શકી. પોલાર્ડ સિવાય રોવમૈન પૉવેલે 20 બોલમાં 32 રનની ઈનિંગ રમી ભારત સામે 147 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે કેપ્ટન કોહલી અને રિષભ પંતની ફિફ્ટીની મદદથી 19.1 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. કોહલીએ 45 બોલમાં 59 જ્યારે પંતે 42 બોલમાં અણનમ 65 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઓપનર કેએલ રાહુલે પણ 20 રન બનાવ્યા હતા.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો