રાજકોટમાં ટીમ ઇન્ડિયા જે હોટલ રોકાઇ છે તેની અંદરની તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

ગુરુવારે, મોડી સાંજે રાજકોટ પહોંચી ભારતીય ક્રિકેટ ટીમ. દક્ષિણ આફ્રિકા સામે વન-ડે મેચ રમવા પહોંચેલી ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમને ખાસ ચાર્ડર પ્લેન દ્વારા રાજકોટ લાવવામાં આવી હતી. ત્યારે હોટલ ઇમ્પિરિયલ ખાતે ભારતીય ક્રિકેટ ટીમને નજરે જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. સાથે જ હોટલમાં ભારતીય ક્રિકેટ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે થોડો આરમ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ખેલાડી ચેતેશ્વર પૂજારાના ઘરે ગઇ હતી. અને ત્યાં ગુજરાતી ભોજનની મજા માણી હતી. ત્યારે રાજકોટની જે હોટલમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રોકાયા છે તેની અંદરની તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કપ્તાન ધોનીની એન્ટ્રી
  

કપ્તાન ધોનીની એન્ટ્રી

ગુરુવાર સાંજે ટીમ ઇન્ડિયા પહોંચી રંગીલા રાજકોટની મેજબાની માણવા. જ્યાં તેમનું તિલક હારથી સ્વાગત કરવામાં આવ્યું.

રોહિત શર્મા અને શિખર ધવન
  

રોહિત શર્મા અને શિખર ધવન

નોંધનીય છે કે હોટલની બહાર ક્રિકેટરોની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જો કે સ્ટાર ક્રિકેટરો રોહિત શર્મા અને શિખર ધવનને જલ્દીથી હોટલ અંદર જતા રહ્યા હતા જેનો વસવસો અનેક દર્શકોને થયો.

હોટલ દ્વારા ભવ્ય સ્વાગત
  

હોટલ દ્વારા ભવ્ય સ્વાગત

નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમને રાજકોટની હોટલ ઇમ્પિરિયલમાં ઉતારવામાં આવી હતી અને દક્ષિણ આફ્રિકાની ટીમને ફોર્ચ્યૂન હોટલમાં.

ચાર્ટર પ્લેન
  

ચાર્ટર પ્લેન

એટલું જ નહીં બન્ને ટીમને ખાસ ચાર્ટર પ્લેન મારફતે રાજકોટના એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી.

હોટલમાં ભવ્ય સ્વાગત
  
 

હોટલમાં ભવ્ય સ્વાગત

ત્યારે બન્ને ટીમના ભવ્ય સ્વાગત માટે હોટલે બહાર ક્રિકેટરોના મોટી સાઇઝના બેનરો લગાવ્યા હતા. અને તેમના સ્વાગતના હોર્ડિંગ લગાવ્યા હતા.

આ છે ટીમ ઇન્ડિયાના રૂમો
  

આ છે ટીમ ઇન્ડિયાના રૂમો

ત્યારે રાજકોટની આ હોટલના અંદર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ આ પ્રવાસ દરમિયાન રોકાશે.

હોટલની તસવીરો
  

હોટલની તસવીરો

ત્યાં હોટલની આ લોબીમાં ફરશે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ. ત્યારે હોટલના સ્ટાફની તો જરૂરથી બલ્લે બલ્લે થઇ જશે.

આગમનના પોસ્ટર
  

આગમનના પોસ્ટર

વધુમાં આ બન્ને હોટલ દ્વારા આ ખેલાડીઓને બનતી સુખ સગવડતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

English summary
India And South Africa's Team Came In Rajkot And Welcome To Hotel
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.