For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય U-19 ટીમે પહેલી યુથ ટેસ્ટમાં શ્રીલંકાને 21 રનોથી હરાવ્યુ

શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતની અંડર-19 ટીમે પહેલી યુથ ટેસ્ટમાં યજમાનોને એક દાવ અને 21 રનોથી હાર આપી છે.

|
Google Oneindia Gujarati News

શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતની અંડર-19 ટીમે પહેલી યુથ ટેસ્ટમાં યજમાનોને એક દાવ અને 21 રનોથી હાર આપી છે. શ્રીલંકા તરફથી વિકેટકીપર બેટ્સમેન નિશાન મદુશ્કાની સદી (104) અને ફર્નાન્ડોના 78 રન પણ ભારતને જીત મેળવવાથી રોકી શક્યા નહિ. ભારતની ટીમે મેચના ચોથી અને અંતિમ દિવસે યજમાનોને બીજા દાવમાં 324 પર સમેટી દઈને મોટી જીત મેળવી હતી.

arjun

ભારતના બદોની (અણનમ 185 રન) અને સલામી બેટ્સમેન અથવારા ટેડે (113 રન) ની શાનદાર સદીના કારણે 589 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કરી દીધો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમ પહેલા દાવમાં 244 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી હર્ષ ત્યાગી અને આયુષ બદોનીએ ચાર-ચાર વિકેટ ઝટક્યા હતા જ્યારે અર્જૂન તેંડુલકરના ખાતામાં પણ એક વિકેટ આવી. બીજા દાવમાં પણ ભારતીય બોલરો આગળ યજમાન ટીમનું કંઈ ચાલ્યુ નહિ અને તેમની આખી ટીમ 324 રન જ બનાવી શકી.

શ્રીલંકાએ અંતિમ સાત વિકેટ ગુમાવીને 147 રન કર્યા. જ્યારે ભારત તરફથી મોહિત જાંગડાએ શાનદાર બોલિંગક કરીને 72 રન આપીને પાંચ વિકેટે લીધી. વળી, આયુષ બદોનીએ પણ બે વિકેટ લીધી અને અર્જૂન તેંડુલકરે બીજા દાવમાં પણ એક વિકેટ મેળવી. જો કે અર્જૂન તેંડુલકર બેટિંગ દરમિયાન કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ હમ્બનટોટામાં 24 જુલાઈથી રમવામાં આવશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
india u-19 thrashed srilanka innings 21 runs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X