For Quick Alerts
For Daily Alerts
રાંચી ટેસ્ટઃ પુજારા-સાહાની મજબૂત ભાગીદારી
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ નો આજે ચોથો દિવસ હતો.
- ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં 23 રન પર બે વિકેટ ઝડપી હતી.
- ઑસ્ટ્રેલિયાએ ભારતને પહેલી ઇનિંગમાં 451 રનનું લક્ષ્ય આપ્યું હતું, જેની સામે ભારતે 9 વિકેટ પર 603 રન ફટકાર્યા છે.
- ઑસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નરના(14) રૂપમાં પહેલી વિકેટ ગુમાવી. તેમને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યા.
- જાડેજાએ નાથન લૉન(2)ને પણ આઉટ કર્યા.
- ભારતે ચેતેશ્વર પુજારા(202), રિદ્ધિમાન સાહા(117), જાડેજા(54 નોટ આઉટ), મુરલી વિજય(82) અને લોકેશ રાહુલ(67) ના દમ પર ઑસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું.
- ચેતેશ્વર પુજારાએ 525 બોલ પર 202 રન ફટકાર્યા. આ તેમના કરિયારની ત્રીજી બેવડી સદી છે.
- આ મેચમાં રિદ્ધિમાન સાહાએ પણ પોતાના કરિયરની ત્રીજી સદી ફટકારી.
- ઑસ્ટ્રેલિયા માટે કમિંસ એ 4, કીફે એ 3 અને લિયોન તથા હેઝલવુડે 1-1 વિકેટ લીધી.
ટીમઃ
ભારત - અભિનવ મુકુંદ, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કરુણ નાયર, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ
ઑસ્ટ્રેલિયા - ડેવિડ વૉર્નર, મેટ રેનશૉ, સ્ટીવ સ્મિથ, શૉન માર્શ, પીડર હેંડ્સકૉમ્બ, ગ્લેન મેક્સવેલ, મેથ્યૂ વેડ, સ્ટીન ઓકીફે, નાથન લિયોન, પેટ કમિંસ, જોશ હેઝલવુડ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો