India vs England: ડેંઝર ઝોનમાં દોડવા બદલ વિરાટ કોહલીને મળી ચેતવણી, અંપાયરથી ભીડ્યો કોહલી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર આક્રમક સ્વભાવ માટે જાણીતા છે, મેચ દરમિયાન પોતાને સક્રિય રાખે છે અને પોતાની ભાવનાઓને ખુલ્લેઆમ વ્યક્ત કરે છે. કોહલી મેચ દરમિયાન વિરોધી ટીમના ખેલાડીઓ અથવા ઓન-ફીલ્ડ અમ્પાયર સાથે વાત કરવામાં અને પોતાનો વાંધો વ્યક્ત કરવામાં અચકાતો નથી. વિપક્ષી ક્રિકેટરો ઘણી વાર એમ કહેતા હોય છે કે મેદાન પર રમત દરમિયાન તેઓએ કોહલી સાથે વાત ન કરવી જોઈએ, આમ કરવાથી કોહલી વધુ સારૂ રમવાનું શરૂ કરે છે.
બીજી ટેસ્ટના ત્રીજા દિવસે પણ આવી જ એક ઘટના જોવા મળી હતી. હકીકતમાં, રમતના ત્રીજા દિવસે બપોરના ભોજન પહેલાં, ડેનિયલ લોરેન્સને છેલ્લી ઓવરની જવાબદારી સોંપવામાં આવી હતી, ઓવરના ચોથા બોલ પર, આર અશ્વિને બોલને આઉટસાઇટ સ્ટમ્પ તરફ ધકેલી દીધો અને ત્રણ રન બનાવી દોડ્યા હતા. જ્યારે કોહલી ત્રીજા રન દરમિયાન પાછો આવી રહ્યો હતો ત્યારે તે લેગ સ્ટમ્પની નજીકથી પસાર થયો હતો અને ડેન્જર ઝોનમાં પગ મૂક્યો હતો. રન પૂરા થયા પછી જ, અમ્પાયર નીતિન મેનન કોહલી પાસે ગયા અને મેનને કોહલીને ડેન્જર ઝોનમાં ન જવા ચેતવણી આપી હતી.
Kohli offering a batting masterclass, but then does this, and then argues with the umpire!? Might as well get some sandpaper out mate 👍 #INDvsENG pic.twitter.com/cUg7XlVK2k
— Darren Timms (@darrentimmsgolf) February 15, 2021
દરમિયાન, કોહલી મેનન સાથે વાત કરવાનું શરૂ કરે છે અને પૂછે છે કે તેમને આ ચેતવણી શા માટે આપવામાં આવી હતી. પરંતુ આ વાતચીત દરમિયાન કોહલી ખુશ દેખાયો ન હતો અને ગુસ્સાથી પોતાના સ્ટંસ પર પાછો ફર્યો અને સ્લિપ પર ઉભેલા ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ સાથે વાત કરી. તમને જણાવી દઈએ કે કોહલી અને અશ્વિન જબરદસ્ત ઇનિંગ્સ રમી રહ્યા છે, એક તરફ જ્યાં કોહલીએ તેની અર્ધસદી પૂરી કરી હતી, તો બીજી તરફ અશ્વિને તેનો સપોર્ટ કરતા તેની એક સદીની ઇનિંગ્સ રમી હતી.
India vs England: ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર બોલ્યા, પિચ નહી અમે રોહિત શર્માંના કારણે મેચમાં પાછળ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો