IND vs NZ: વેલિંગ્ટન ટેસ્ટમાં વિરાટ કોહલી ફરી 52 વર્ષ જૂનો રેકોર્ડ પૂનરાવર્તિત કરી શકે
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટી-20 સીરિઝ અને વનડે સીરિઝ બાદ હવે ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝ રમવા માટે તૈયાર છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત શુક્રવારથી વેલિંગ્ટનના મેદાનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરિઝનો પહેલો મેચ રમાશે. ભારતીય ટીમ આ મેચમાં વનડે સીરિઝમાં મળેલી શર્મનાક હારનો બદલે લેવા માંગશે અને ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનો દબદબો બનાવી રાખવા માંગશે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ફરી એકવાર વનડે સીરિઝના કારનામાને ટેસ્ટ ફોર્મેટમાં પણ પુનરાવર્તિત કરવા માંગશે.
ભારતીય ટીમે 5 મેચની ટી20 સીરિઝમાં કીવી ટીમના સૂફડાં સાફ કર્યા હતા તો ન્યૂઝીલેન્ડની ટીમે વનડેમાં વાપસી કરતા ભારતને 3-0થી હરાવી હતી. આ બીચ વેલિંગ્ટનના મેદાન પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાસે પૂર્વ કેપ્ટન મંસૂર અલી ખાન પટૌડીનો 52 વર્ષ જૂનો રેકોર્ડ પૂનરાવર્તિત કરવાનો મોકો છે.

વિરાટ કોહલી 52 વર્ષ જૂનો રેકોર્ડ પૂનરાવર્તિત કરી શકે છે
વેલિંગ્ટનના મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. એવામાં વિરાટ કોહલીની કપ્તાની વાળી ભારતીય ટીમ જો અહીં જીત હાંસલ કરવામાં સફળ રહે છે તો ભારતના પૂર્વ કેપ્ટન મંસૂર અલી ખાન પટૌડી બાદ બીજા કેપ્ટન બનશે જેમણે આ મેદાન પર જીત હાંસલ થઈ હતી. જો ભારત પહેલી ટેસ્ટ મેચ ભારત જીતશે તો 1968 બાદ વેલિંગ્ટનમાં ભારતની પહેલી જીત હશે.

વેલિંગ્ટનમાં આવો રહેશે ભારતનો રેકોર્ડ
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની પહેલી સીરિઝ વર્ષ 1968માં રમાણઈ હતી જેનું નેતૃત્વ પૂર્વ કેપ્ટન મંસૂર અલી ખાન પટૌડીએ કર્યું હતું. તેમની કપ્તાનીમાં ભારતે પહેલીવાર વેલિંગ્ટનના મેદાન પર કીવી ટીમ વિરુદ્ધ ટેસ્ટ મેચ જીતી હતી. જો કે તે બાદથી ભારતનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં વધુ 6 મેચ રમી જેમાંથી 4માં હાર અને 2મા ડ્રોનો સામનો કરવો પડ્યો.

વેલિંગ્ટન ટેસ્ટથી પહેલા શું બોલ્યા કોહલી- જાણો
શુક્રવારથી વેલિંગ્ટનમાં શરૂ થઈ રહેલ ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની તૈયારીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિપક્ષી ટીમ પાસે કેટલો સંયમ છે તે મહત્વનું નથી, આપણે તેમનાથી વધુ સંયમ દેખાડવો પડશે. અમારી ફિટનેસ અને એકાગ્રતાનું સ્તર એવું છે કે અમે કોઈપણ ટીમ વિરુદ્ધ ગમે ત્યાં રમીને આકરો પડકાર ફેંકી શકીએ છીએ. ભારતીય કેપ્ટને કહ્યું કે ટીમના ખેલાડીઓ કોઈ પૂર્વાગ્રહ મુજબ નહિ બલકે મેચની પરિસ્થિતિ મુજબ રમશે.
ઈન્સ્ટાગ્રામ પર પણ કોહલી બન્યો કિંગ, આ રેકોર્ડ બનાવનાર પહેલા ભારતીય
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો