For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs NZ: બુમરાહ-શમીએ કરાવી વાપસી, 235માં કીવી ઓલઆઉટ

IND vs NZ: બુમરાહ-શમીએ કરાવી વાપસી, 235માં કીવી ઓલઆઉટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓલમાં રમાઈ રહેલ બીજી ટેસ્ટમાં ભારતીય બોલરે મેચમાં વાપસી કરાવી દીધી છે. મેચના બીજા દિવસે કીવી ઈનિંગ 235 રનો પર સમેટાઈ ગઈ જેને પગલે ભારતને મેચમાં હાલ 7 રનની લીડ મળી ગઈ છે.

india vs new zealand

આ મુકાબલાના બીજા દિવસના પહેલો સેશન ભારતીય બોલર્સના નામે રહ્યો છે જેમણે ન્યૂઝીલેન્ડના 5 શીર્ષ વિકેટ જલદીથી લઈ ટીમ ઈન્ડિયાને મોટી રાહત આપવાનું કામ કર્યું છે.

ભારત માટ એક જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની જોડી ફરી એકવાર શાનદાર સાબિત થતી દેખાઈ રહી છે. લંચ પહેલા સુધી એક વિકેટ લેનાર બુમરાહે બીજા સેશનની શરૂઆતમાં જ બે વિકેટ લઈ કીવિઓની પહેલીવાર બેકફુટ પર લાવી દીધા છે. બુમરાહ અત્યાર સુધી 3 અને શમી 2 વિકેટ લઈ ચૂક્યા છે.

આ મેચમાં પહેલી ઈનિંગમાં ભારતે 242 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલંડે લંચ સમય સુધી 5 વિકેટના નુકસાને 143 રન બનાવ્યા હતા. જે બાદ વધુ 2 વિકેટ ખરી ગઈ અને બાકીની બધી જ વિકેટ ભારતને આજના દિવસે જ મળી.

અગાઉ કીવિઓએ પહેલા દિવસની સમાપ્તિ સુધી કોઈપણ વિકેટના નુકસાન વિના 63 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડની શરૂઆત ટૉમ લાથમ અને ટૉમ બ્લેન્ડેલની જોડીએ કરી હતી જેમણે પહેલી વિકેટ માટે 66 રન જોડ્યા હતા. બ્લેંડેલ 30 રન પર આઉટ થયો હતો જે બાદ કેપ્ટન કેન વિલિયમસન માત્ર 3 રનમાં જ આઉટ થઈ ગયો હતો.

જે બાદ રોસ ટેલર 15 રનમાં આઉટ થયા. ટૉમ લાથમે આ દરમિયાન પોતાના પચાસ રન પૂરા કર્યા પરંતુ શમીના બોલ પર 52 રનમાં આઉટ ઈ ગયો, જે બાદ હેનરી નિકોલસને જાડેજાએ ફિરકીમાં લીધો.

લંચ બાદ બુમરાહે ત્રણ બોલમાં 2 વિકેટ લઈ કીવિઓની કમર તોડવાનું કામ કર્યું. તેમણએ વાટલિંગ અને સાઉદીને ખાતું પણ ખોલવા નહોતું દીધું.

IPL 2020: આ ત્રણ બેટ્સમેને એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યાIPL 2020: આ ત્રણ બેટ્સમેને એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
india vs new zealand 2nd day 2 match updates highlights in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X