• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

INDvSL: ભારતનો સ્કોર 622/9,સામે શ્રીલંકાની નબળી શરૂઆત

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારત અને શ્રીલંકા વચ્ચેની 3 ટેસ્ટ મેચ સીરિઝની બીજી મેચ કોલંબો ખાતે રમાઇ રહી છે, આ મેચનો આજે એટલે કે શુક્રવારે બીજો દિવસ છે. પહેલી ટેસ્ટ મેચમાં ભારત 304 રનના અંતરથી જીત્યું હતું, આ સીરિઝમાં ભરત 1-0થી આગળ છે. કપ્તાન વિરાટ કોહલીની સેના બીજી ટેસ્ટ મેચ પણ જીતી ટેસ્ટ સીરિઝ પર કબજો કરવા મેદાનમાં ઉતરી છે. બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, ભારતે 3 વિકેટના નુકસાન સાથે 344 રન બનાવ્યા હતા. ભારતીય ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા અને કે.એલ.રાહુલે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા હતા.

સ્કોર અપડેટ્સ:

શ્રીલંકાનો દાંવ:

  • શ્રીલંકાએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 50 રન બનાવ્યા
  • 33ના સ્કોર પર શ્રીલંકાની 2જી વિકેટ, દિમુથ આઉટ, બેટિંગ માટે મેદાન પર ઉતર્યા કપ્તાન ચાંડીમલ
  • ખરાબ શરૂઆત બાદ દિમુથ-મેંડિસે સંભાળી સ્થિતિ
  • બીજી જ ઓવરમાં શ્રીલંકાની વિકેટ, થરંગા 0 પર આઉટ

ભારતની પહેલી ઇનિંગમાં સ્કોર 622/9

  • જાડેજા 70 અને ઉમેશ યાદવ 8 રન બનાવી નોટ આઉટ
  • 622ના સ્કોર પર ભારતનો દાંવ પૂર્ણ
  • જાડેજાએ ફટકાર્યો ચોગ્ગો, ભારતનો સ્કોર 600ની પાર
  • 598ના સ્કોર પર ભારતની 9મી વિકેટ, સતત બે છગ્ગા ફટકારી આઉટ થયા શમી
  • જાડેજાએ ફટકારી અર્ધસદી, 70 બોલમાં 51 રન
  • 568ના સ્કોર પર ભારતની 8મી વિકેટ, 67 રન બનાવી સાહા સ્ટંપ આઉટ
  • ટી બ્રેક સુધીમાં ભારતે 7 વિકેટ ગુમાવી 553 રન બનાવ્યા હતા
  • સાહાએ ફટકારી અર્ધ સદી, વિશાળ સ્કોર તરફ આગળ વધતી ટીમ ઇન્ડિયા
  • 496ના સ્કોર પર ભારતની 7મી વિકેટ, 20 રન બનાવી પંડ્યા આઉટ, શ્રીલંકાના પુષ્પકુમારાની આ બીજી વિકેટ છે
  • 451ના સ્કોર પર ભારતની 6ઠ્ઠી વિકેટ, અર્ધ-સદી ફટકારી અશ્વિન આઉટ
  • લંચ બ્રેક સુધીમાં ભારતનો સ્કોર હતો 442/5
  • 413ના સ્કોર પર ભારતની 5મી વિકેટ, 132 રન બનાવી રહાણે આઉટ
  • રહાણે-અશ્વિનની સ્થિર બેટિંગ, ભારતનો સ્કોર 400ની પાર
  • 350ના સ્કોર પર ભારતની 4થી વિકેટ, 133 રન બનાવી પૂજારા LBW
  • બીજા દિવસની રમત શરૂ, ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે ક્રિઝ પર

ભારતીય ટીમ(પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(કપ્તાન), અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા,(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, મહમ્મદ શમી

શ્રીલંકા ટીમ(પ્લેઇંગ ઇલેવન): દિમૂથ કરુણારત્ને, ઉપુલ થરંગા, કુસલ મેંડિસ, ધનંજય ડીસિલ્વા, દિનેશ ચાંડીમલ(કપ્તાન), એન્જેલો મેથ્યૂઝ, નિરોશન ડિક્વેલા(વિકેટ કીપર), રંગના હેરાથ, દિલરુવાન પરેરા, મલિંડા પુષ્પાકુમારા, નુવાન પ્રદીપ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India Vs. Sri Lanka: 2nd Test Match, Day 2. Read all the score updates in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X