ભારત vs વેસ્ટઇન્ડિઝ: શું લાગશે જીતનો ચોગ્ગો?
પર્થ, 6 માર્ચ: આજે ધૂળેટીના શુભ અવરસર પર ભારતની ટક્કર વેસ્ટઇન્ડિઝ સામે થવા જઇ રહી છે, જોકે ભારતને આ મેચની હાર-જીતથી કોઇ ફર્ક નહીં પડે પરંતુ કેરેબિયાઇ ટીમ માટે આજનો મુકાબલો કરો યા મરોની સ્થિતિવાળો છે.
પરંતુ ભારતનો આત્મવિશ્વાસ બની રહે અને તેના દર્શકો પર વિશ્વાસ જાળવી રાખવા માટે આજની મેચમાં પણ ટીમ ઇન્ડિયાએ જીતવું જરૂરી છે. જો કેરેબિયાઇ ટીમ ભારતને હરાવવામાં સફળ રહે છે તો તેમનો નોકઆઉટમાં પ્રવેશ લગભગ સુનિશ્ચિત થઇ જશે, જ્યારે હારવા પર તેમને સંયુક્ત અરબ અમીરાતની સામેની સામેની છેલ્લી મેચ પર નિર્ભર રહેવું પડશે.
વેસ્ટઇન્ડિઝની બોલીંગ અને ક્રિસ ગેઇલની બેટિંગ જો રંગતમાં આવી તો ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી ઊભી થઇ શકે છે. ધોનીએ પહેલા જ ભારતીય બોલરોનું મેઇન ટાર્ગેટ ક્રિસ ગેઇલ રહેશે એવું નક્કી કરી દીધું છે. બેટિંગમાં પણ ભારતીય ટીમે અત્યાર સુધીની મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે તેમણે કેરેબિયાઇના ઝડપી બોલરો સામે સંભાળીને રમવાની જરૂર છે.
ક્રિસ ગેઇલ, કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન પર રહેશે નજર
ઓસ્ટ્રેલિયામાં ભારતની આ છેલ્લી ગ્રુપ મેચ છે. ત્યારબાદ ભારતીય ટીમ પોતાની છેલ્લી બે ગ્રુપ મેચ હેમિલ્ટન અને ઓકલેંડમાં રમશે. આજની મેચમાં સૌથી વધારે ક્રિસ ગેઇલ, વિરાટ કોહલી, શિખર ધવન અને રોહિત શર્મા પર ખાસ નજર રહેશે, કારણ કે આ ખેલાડીઓના બેટમાંથી આજે રનોનો વરસાદ થઇ શકે છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો