For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Asia Cup: 7મી વખત ભારત બન્યું ચેમ્પિયન, બાંગ્લાદેશની 3 વિકેટે હાર

એશિયા કપ 2018 ની ફાઈનલ મેચ શુક્રવારે ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ વચ્ચે રમાઈ જેમ્ં ભારતે બાંગ્લાદેશને 3 વિકેટથી હરાવી દીધુ.

|
Google Oneindia Gujarati News

એશિયા કપ 2018 ની ફાઈનલ મેચ શુક્રવારે ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ વચ્ચે રમાઈ ગઈ. આ મેચમાં ભારતે પહેલા ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. એક સમયે લિટન દાસ અને હસનની જોડીએ ભારતના આ નિર્ણય પર સંકટ ઉભુ કરી દીધુ હતુ જ્યારે બંને બેટ્સમેનોએ સદીની ભાગીદારી કરી હતી. લિટન દાસે શાનદાર સદી પણ ફટકારી. જો કે કેદાર જાધવે ફરીથી એક વાર ભારતને પાટા પર લાવી દીધુ અને ત્યારબાદ ભારતીય બોલરો બાંગ્લાદેશ પર સંપૂર્ણપણે હાવી થઈ ગયા અને એક બાદ એક વિકેટો ખેરવી દીધી. બાંગ્લાદેશની આખી ટીમ 222 રનમાં સમેટાઈ ગઈ.

એક છેડેથી રોહિત શર્માએ વિકેટોનું પતન રોકી રાખ્યુ

એક છેડેથી રોહિત શર્માએ વિકેટોનું પતન રોકી રાખ્યુ

જો કે ભારતીય બેટ્સમેનોએ ભારતીય પ્રશંસકોને ઘણા નિરાશ કર્યા. ભારતની શરૂઆત સારી ન રહી. શિખર ધવન 15 રન બનાવીને પેવેલિયન પાછા ફર્યા. રોહિતનો સાથ આપવા આવેલા અંબાતી રાયડુ પણ કંઈ કમાલ કરી શક્યા નહિ અને 2 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા. એક છેડેથી રોહિત શર્માએ વિકેટોનું પતન રોકી રાખ્યુ પરંતુ રોહિત શર્મા પોતે પણ 48 રન બનાવીને આઉટ થઈ ગયા. 222 રનના નાના સ્કોરને પણ બાંગ્લાદેશે ખૂબ બહાદૂરીથી બચાવી રાખ્યો.

આ પણ વાંચોઃ મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન, હરમનપ્રીત કેપ્ટનઆ પણ વાંચોઃ મહિલા ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન, હરમનપ્રીત કેપ્ટન

દિનેશ કાર્તિક અને મહેન્દ્ર સિંહ ધોનીએ દાવ સંભાળ્યો

ત્યારબાદ ભારતની જીતની જવાબદારી આવી દિનેશ કાર્તિક અને મહેન્દ્ર સિંહ ધોનીના ખભા પર. આ બંને ખેલાડીએ મેદાન પર સમય તો વીતાવ્યો પરંતુ વધારે સ્કોર કરી શક્યા નહિ. ધોની 36 રન બનાવીને મુસ્તફિજુરનો શિકાર બની ગયા તો કાર્તિકને મહમુદુલ્લાએ પોતાનો શિકાર બનાવી દીધા. કેદાર જાધવ અને રવિન્દ્ર જાડેજા દાવને આગળ વધારી રહ્યા હતા કે જાધવે રિટાયર્ડ હર્ડ થવુ પડ્યુ ત્યારબાદ થોડી વાર માટે ભુવનેશ્વર કુમાર અને જાડેજાએ ભારતનો દાવ સંભાળ્યો.

જાધવ અને કુલદીપે ભારતને જીત અપાવી

જાધવ અને કુલદીપે ભારતને જીત અપાવી

ત્યારબાદ જાડેજા 234 રન બનાવીને રુબેલના શિકાર થઈ ગયા તો ભૂવનેશ્વર કુમારને મુસ્તફિજુરે પોતાના શિકાર બનાવ્યા. જાડેજા આઉટ થયા બાદ ભારત જાધવની વાપસી થઈ. જાધવ અને કુલદીપે સંભાળીને રમત રમીને ભારતને જીત અપાવી. છેલ્લા બોલ સુધી ચાલેલી આ મેચમાં છેવટે ભારતે જીત મેળવી. ભારતે સાતમી વાર એશિયા કપ પોતાના નામે કર્યો. ભારતે બાંગ્લાદેશને 3 વિકેટથી હરાવીને સાબિત કરી દીધુ કે વિદેશ હોય કે એશિયા ક્રિકેટનું ચેમ્પિયન ભારત જ છે.

આ પણ વાંચોઃ INDvBAN: ટૉસ જીતી ભારતીય ટીમે પહેલા ફિલ્ડિંગને પસંદગી આપીઆ પણ વાંચોઃ INDvBAN: ટૉસ જીતી ભારતીય ટીમે પહેલા ફિલ્ડિંગને પસંદગી આપી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India won asia cup 2018 7th time, bangladesh lose by 3 wicket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X