For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INDvBAN: ટૉસ જીતી ભારતીય ટીમે પહેલા ફિલ્ડિંગને પસંદગી આપી

INDvBAN: ટૉસ જીતી ભારતીય ટીમે પહેલા ફિલ્ડિંગને પસંદગી આપી

|
Google Oneindia Gujarati News

આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે. ભારતીય ટીમે ટોસ જીતી બાંગ્લાદેશને પહેલાં બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું છે. અફઘાનિસ્તાન સામેની મેચમાં આરામ આપવામાં આવ્યો તેવા પાંચેય ખેલાડી ભુવનેશ્વર, બુમરાહ, ધવન, શર્મા અને ચહલ ફાઈનલમાં રમવા માટે પરત આવી ગયા છે. પીચ પર ટર્ન દેખાઈ રહ્યો હોય રોહિત શર્માએ પહેલા બોલિંગને પસંદગી આપી છે જ્યારે બાંગ્લાદેશના કેપ્ટન મોર્તાઝા પણ ફાઈનલ મેચને લઈને ભારે ઉત્સાહિત છે.

INDvBAN

જણાવી દઈએ કે એશિયા કપ 2018માં ભારતીય ટીમ ગ્રુપ રાઉન્ડમાં 2 મેચ રમી જેમાંથી બંને મેચ પર ભારતીય ટીમે કબ્જો જમાવ્યો હતો જ્યારે સુપર ફોર રાઉન્ડમાં રમાયેલ ત્રણ મેચમાંથી 2 મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી જ્યારે અફઘાનિસ્તાન સામેની મેચમાં ડ્રો થયો હતો. જ્યારે ગ્રુપ રાઉન્ડ અને સુપર ફોર રાઉન્ડમાં બાંગ્લાદેશ કુલ પાંચ મેચ રમ્યું જેમાંથી માત્ર 3 મેચમાં જ જીતી શક્યું હતું. સુપર ફોર રાઉન્ડમાં બાંગ્લાદેશને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશને શકિબ અલ હસન અને તમિમ ઈક્બાલની ઈજાએ મોટો ફટકો આપ્યો છે, તેની જગ્યાએ સૌમ્ય સરકાર અને ઈમરુલ કેયસને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પ્લેઈંગ ઈલેવન- ભારત
રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, એમએસ ધોની, દિનેશ કાર્તિક, કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.

પ્લેઈંગ ઈલેવન- બાંગ્લાદેશ
લિટોન દાસ, સૌમ્ય સરકાર, મોહમ્મદ મિતુન, મુસ્ફિકુર રહિમ, ઈમરુલ કેયસ, મહમદુલ્લાહ, મહેદી હસન, મુશ્રફ મોર્તાઝા, નઝમુલ ઈસ્લામ, રુબેલ હોસેન, મુસ્ફિકુર રહિમ.

આ પણ વાંચો - આ છે ભારત-પાક. વચ્ચેની પાંચ હાઈવોલ્ટેજ મેચ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
india won toss and elected to bowl first
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X