For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયાના નવા કપ્તાન અજિંક્ય રહાણે વિશે 10 ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 30 જૂન: બાંગ્લાદેશમાં નિરાશાજનક પ્રદર્શન કરીને પાછી આવેલી ટીમ ઇન્ડિયા હવે આવતા મહિને ઝિમ્બાબ્વેના પ્રવાસે જઇ રહી છે, પરંતુ ટીમ ઇન્ડિયાના ધુરંધરોથી જાણે નારાજ હોય તેમ બીસીસીઆઇએ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે આખી નવી જ ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં એ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમને બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન પડતા મૂકાયા હતા.

સૌથી મહત્વીની વસ્તુ એ કે આ ટીમનો કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પણ નહીં અને વિરાટ કોહલીને પણ આ ટીમની કપ્તાની સોંપાઇ નથી, પરંતુ આ ટીમને લીડ કરશે અજિંક્ય રહાણે. કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઇ બાંગ્લાદેશમાં ટીમ ઇન્ડિયાના પ્રદર્શનથી ખૂબ જ નારાજ હતું જેના પગલે તેણે આ નિર્ણય લીધો.

હવે વાત કરીએ અજિંક્ય રહાણેની, જેને બગાસુ ખાતા પતાસુ મળ્યું છે...આવો જાણીએ ટીમ ઇન્ડિયાના નવા સુકાની અજિંક્ય રહાણે વિશે આ દસ વાતો...

1

1

અજિંક્ય રહાણેએ પોતાની પહેલી ઇંટરનેશનલ મેચ વર્ષ 2011માં ઇંગ્લેંડની સામે રમી હતી.

2

2

રહાણેએ પોતાની પહેલી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાની સામે વર્ષ 2013માં રમી હતી.

3

3

રહાણેએ 31 ઓગસ્ટ 2011ના રોજ પહેલી ટી20 મેચ રમી હતી.

4

4

અજિંક્ય રહાણે પોતાના કવર ડ્રાઇવ માટે જાણીતો છે.

5

5

ધોનીના ગુડ લિસ્ટમાં સામેલ રહાણે પણ તેમની જ જેમ ઘણો કૂલ કહેવામાં આવે છે.

6

6

મહારાષ્ટ્રના નાનકડા શહેરમાં જન્મેલા રહાણેની પ્રતિભા અને લગન જોઇને પ્રવીણ આમરેએ કોચિંગ આપ્યું હતું.

7

7

રહાણેએ અત્યાર સુધી 15 ટેસ્ટ મેચ અને 55 વનડે મેચ રમી છે.

8

8

રહાણેએ ટેસ્ટ મેચોમાં ત્રણ સદી અને 7 અર્ધસદી લગાવી છે

9

9

રહાણેએ વનડે મેચોમાં બે સદી અને 9 અર્ધસદી લગાવી છે.

10

10

વર્ષ 2014 ટી20 વિશ્વકપના અભિન્ન અંગ રહી ચૂકેલા રહાણેને 'વન ઓફ ધ રાઇઝિંગ સ્ટાર્સ ઓફ ઇન્ડિયન ક્રિકેટ' કહેવામાં આવે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The BCCIs selection committee today appointed Ajinkya Rahane as the captain of a second-string Indian team for next months tour of Zimbabwe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X