
અમારી આખી ટીમ લઇ લો, વિરાટ કોહલી આપી દો: પાક. પત્રકાર
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પહેલી મેચ 4 જૂન, 2017ને રવિવારના રોજ પાકિસ્તાન સામે રમાઇ હતી. આ મેચ અંગે વિશ્વભારના ક્રિકેટ રસિયાઓમાં ભરપૂર ઉત્સાહ હતો. ભારતની ટીમે મેચમાં પાકિસ્તાનને 124 રનથી માત આપ્યા બાદ દુનિયાભરના ક્રિકેટ રસિયાઓ સહિત પાકિસ્તાનનું મીડિયા પર ટીમ ઇન્ડિયા અને કપ્તાન વિરાટ કોહલી પર ફિદા થઇ ગયું છે. એનું તાજું ઉદાહરણ છે, પાકિસ્તાની પત્રકારે કરેલ ટ્વીટ.
મેચ પહેલાં તો ટીમ ઇન્ડિયા અને વિરાટ કોહલી અંગે જાત-જાતના જોક સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. પરંતુ મેચમાં ટીમ ઇન્ડિયાના શાનદાર પ્રદર્શન બાદ લોકો વિરાટ કોહલીના વખાણ કરતાં થાકતાં નથી. પાકિસ્તાનના લોકો વિરાટ કોહલીને પોતાની ટીમમાં લેવા માટે બદલામાં પોતાની આખી ટીમ આપવા તૈયાર છે.
Indian can take all our team and give us #Kohli for a year. #PakvInd
— Nazrana Ghaffar (@NazranaYusufzai) June 4, 2017
પાકિસ્તાની પત્રકારે ટ્વીટ કરી લખ્યું છે, અમારી આખી ટીમ લઇ લો અને બદલામાં અમને 1 વર્ષ માટે વિરાટ કોહલી આપી દો. આ ટ્વીટ બાદ આ પાકિસ્તાની મહિલા પત્રકારની સોશિયલ મીડિયા પર લોકો ખૂબ મજાક ઉડાવી રહ્યાં છે. આ સંદર્ભે કેટલાક રસપ્રદ ટ્વીટ જુઓ અહીં...

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો