IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂકનાર આ ખેલાડીએ અંતિમ શ્વાસ લીધા

IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂકનાર આ ખેલાડીએ અંતિમ શ્વાસ લીધા

ભારતમાં ચાલી રહેલી કોરોનાવાયરસની બીજી લહેરને પગલે દરરોજ 3 લાખથી વધુ નવા સંક્રમણના કેસ અને હજારો લોકોનાં મોત થઈ રહ્યાં છે. એટલું જ નહિ આ મહામારીને પગલે ભારતીય હેલ્થકેર સિસ્ટમ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે અને જરૂરિયાતમંદો માટે જરૂરી દવાઓ અને ઑક્સીજનની કમી દેશમાં ઉભી થઈ પડી છે. આ મહામારીએ પાછલા કેટલાક દિવસોમાં ખેલ જગતના કેટલાય દિગ્ગજ અને તેમના પ્રિય લોકોને પોતાના લપેટામાં લઈ લીધા છે. આ યાદીમાં હવે વધુ એક ભારતીય ક્રિકેટરનું નામ જોડાઈ ગયું છે.

vivek yadav

એ સિઝનમાં જ વિવેક યાદવે દિલ્હીમાં રેલવે સામે રમાયેલી મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 134 રન આપી 6 વિકેટ હાંસલ કરી ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. રિપોર્ટ્સ મુજબ વિવેક યાદવ પાછલા કેટલાક વર્ષોથી લીવર કેંસરની સમસ્યા પિડાતા હતા, જો કે કોરોનાવાયરસ મહામારીએ તેમનો જીવ લેવાનું કામ કર્યું.

ભારતીય ટીમના પૂર્વ સલામી બેટ્સમેન અને કોમેંટેટર આકાશ ચોપડાએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેમણે લખ્યું, 'રાજસ્થાનના રણજી પ્લેયર અને મારા નજીકના મિત્ર હવે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ ઓમ.'

ઉલ્લેખનીય છે કે વિવેક યાદવ આઈપીએલ પણ રમી ચૂક્યો છે, વર્ષ 2012માં દિલ્હી ડેરડેવિલ્સ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. જો કે એ વર્ષે તેમને ટીમ તરફથી એકેય મેચ રમવાનો મોકો નહોતો મળ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X