INDvAUS: ત્રણેય ફોર્મેટમાં બુમરાહ અને શમીનો યોગ્ય ઉપયોગ કરવા પર સંશય
કોરોના કાળમાં લાંબા અંતરાલ બાદ ટીમ ઈન્ડિયા પહેલીવાર કોઈ આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય સીરીઝ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગઈ છે. ભારતીય ટીમને અહીં મજબૂત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાં મેચ રમવાની છે. એામાં બે મહિનાના આ લાંબા પ્રવાસ માટે તેની સામે ખેલાડીઓની ફિટનેસ બહુ મોટો પડકાર છે. જેને જોતાં બીસીસીઆઈ પોતાના પ્રમુખ બોલર જસપ્રીત બુમરાહ અને શમીનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે.
બીસીસીઆઈના સૂત્રો મુજબ બુમરાહ અને શમીનો કાર્યભાર મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ માટે સર્વોપરિ છે. આવામાં ભારતના બંને મુખ્ય બોલર બુમરાહ અને શમીની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીમિત ઓવરના છ મેચમાં એક સાથે રમવાની સંભાવના ઓછી છે. ટીમ મેનેજમેન્ટ તેમને 17 ડિસેમ્બરથી શરૂ થનાર ચાર ટેસ્ટ મેચની સીરીઝ માટે તૈયાર રાખવા માંગે છે. બોર્ડના સૂત્રોએ કહ્યું કે, જો બંને પ્રમુખ બોલર ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રૃંખલામાં રમે છે, તો તેમને ટેસ્ટ અભ્યાસ માટે એક દિવસ જ મળશે, મને નથી લાગતું કે ટીમ મેનેજમેન્ટ આવું ઈચ્છશે.
ભારતીય ટીમની 2 મહિનાના પ્રવાસની શરૂઆત 27 નવેમ્બરે રમાનાર ત્રણ વનડે શ્રૃંષલાથી થશે. જે બાદ ટીમે 3 ટી20 મેચ રમવાની છે અને તે બાદ ટીમ ટેસ્ટ શ્રેણી પણ રમશે.
ઓસ્ટ્રેલિયા પહોંચેલી ટીમ ઇન્ડિયાની કોરોના રિપોર્ટ આવી નેગેટીવ, પ્રેક્ટીસ શરૂ
ઈશાંત શર્માની ઈજાની સ્થિતિ હજી સ્પષ્ટ નથી જેથી બુમરાહ અને શમી બંને ભારતીય ટેસ્ટ અભિયાન માટે ઘણા મહત્વના હશે. એવામાં ટીમ મેનેજમેન્ટ 12 દિવસમાં સીમિત ઓવરના છ મેચમાં આ બંનેને એક સાથે મેદાનમાં ઉતારી કોઈ જોખમ લેવા નહિ માંગશે. આ વાતની સંભાવના અધિક છે કે સીમિત ઓવરની શ્રૃંખલા દરમ્યાન શમી અને બુમરાહને એક સાથે ટીમમાં સામેલ કરવા ના જોઈએ.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો