INDvNZ: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની થશે જાહેરાત, શું ધોની પરત ફરશે?
2020માં ભારતીય ટીમ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ ન્યૂઝીલેન્ડ માટે 20 જાન્યુઆરીએ રવાના થશે. 2019-20ની સ્થાનિક સિઝનમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમનો આ પહેલો વિદેશી પ્રવાસ હશે, જ્યાં કપરી પરિસ્થિતિ સાથે કામ લેવું ટીમ માટે મોટો પડકાર હશે. આ શ્રેણીને લઈને બીસીસીઆઈની પસંદગી સમિતિએ કામ શરૂ કરી દીધુ છે. અપેક્ષિત છે કે ભારત એ ટીમ તરફથી ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલા હાર્દિક પંડ્યાની ફરીથી વાપસી કરી શકે છે. જો કે, વર્લ્ડ કપથી સતત ક્રિકેટથી દૂર રહેનારા ધોનીની પાછા ફરવાની કોઈ આશા નથી. રિપોર્ટ અનુસાર, તે આ ટૂરમાંથી પણ બહાર રહેશે. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડમાં 5 T-20, 3 વનડે અને 2 ટેસ્ટની શ્રેણી રમવાની છે.

ભારતીય ટીમની જાહેરાત
આવનારા દિવસોમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે પછી એક દિવસ બાદ જ ન્યૂઝીલેન્ડ રવાના થશે. સૂત્રોએ જણાવી રહ્યા છે કે બીસીસીઆઈના મુખ્ય પસંદગીકારો રવિવારે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમની ઘોષણા કરશે અને ટીમ છેલ્લી વનડે પછી એક દિવસમાં રવાના થઈ જશે.

બેંગ્લોરથી રવાના થશે ભારતીય ટીમ
ટીમના અધિકારીઓ જણાવી રહ્યા છે કે ભારતીય ટીમ બેંગલોરથી જ રવાના થશે, ઓસ્ટ્રેલિયા શ્રેણી બાદ ખેલાડીઓ છુટ્ટા પડીને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ફરીથી એકઠા થાય તેની રાહ જોવાનો કોઈ મતલબ નથી.

હાર્દિક પંડ્યા ટીમમાં વાપસી કરી શકે છે
જાહેરાત પહેલા જ ધારણા છે કે હાર્દિક પંડ્યા ન્યુઝીલેન્ડ સામે વનડેમાં વાપસી કરી શકે છે. પીઠની સારવાર બાદ તે ભારત-એ ટીમ સાથે ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થયો છે. પંડ્યાએ ઓક્ટોબરમાં જ પાછા ફરવાની વાત કરી હતી અને કહ્યું હતુ કે તે ન્યુઝીલેન્ડ પ્રવાસમાં ટીમમાં પાછા ફરવા માંગે છે. આ ઉપરાંત તેણે ટી -20 વર્લ્ડ કપ રમવા માટે પણ વાત કરી છે.
આ પણ વાંચોઃ સિમોને ટેફલે જણાવ્યા એ ત્રણ ખેલાડીઓના નામ જેમનાથી અમ્પાયરો પણ ડરતા હતા
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો