INDvsAuS : ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં ભારતની સ્થિતિ ડામાડોળ, પુજારા અને પંત પર મદાર
સિડનીમાં ચાલી રહેલી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મૅચના પાંચમા દિવસે ભારતની શરૂઆત થોડી નબળી રહી. બીજી ઑવર ફેંકવા આવેલા નાથન લિયોનના ચોથા બૉલમાં જ કૅપ્ટન અજિંક્ય રહાણે વિકેટ ગુમાવી બેઠા.
રહાણે માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયા. જોકે, રહાણે બાદ ઋષભ પંત મેદાનમાં આવ્યા અને તેઓ પુજારા સાથે રમી રહ્યા છે.
ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં કૅમરોન ગ્રીને 84, સ્ટીવ સ્મિથે 81, લાબુશેને 73 અને કૅપ્ટન ટિમ પેને અણનમ 39 રન ફટકારી ઑસ્ટ્રેલિયન ટીમને 6 વિકેટના ભોગે 312 રન સુધી પહોંચાડી દીધી હતી. ત્યારબાદ તેમણે ઇનિંગ્સ ડિક્લેર જાહેર કરી દીધી.
કૅપ્ટન પેને બીજી ઇનિંગ્સના અંતિમ 20 ઓવરમાં ગ્રીન સાથે 104 રન બનાવ્યા. ઇનિંગ્સના અંતે ઑસ્ટ્રેલિયાએ ભારત સામે 407 રનનો સ્કોર કર્યો.
આ દિવસની મૅચના અંત સુધીમાં કૅપ્ટન રહાણે (4) અને પુજારા (9) રમી રહ્યા હતા.
- માધવસિંહ સોલંકીનું નિધન : એ સીએમ જે કહેવાયા 27 ટકા અનામતના 'જનક'
- એ મુસ્લિમ મહિલા જે હિંદુ દંપતી માટે સરોગેટ માતા બન્યાં
ભારતની ખરાબ ફિલ્ડિંગ
https://twitter.com/BCCI/status/1348164603037982721
ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં મોહમ્મદ સિરાજ વિરુદ્ધ દર્શકોના અપશબ્દોનો બનાવ ચર્ચામાં રહ્યો. આ સાથે જ ભારતની ખરાબ ફિલ્ડિંગ પણ નજરે પડી રહી હતી.
મૅચ દરમિયાન હનુમા વિહારી, રોહિત શર્મા અને રહાણે દ્વારા સરળ કૅચ છૂટી ગયા હતા, જેની પણ ચર્ચા રહી હતી.
ઉલ્લેખનીય છે કે ચાર ટેસ્ટ મૅચની સિરિઝમાં બન્ને ટીમ 1-1 મૅચ જીતી છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો