આ 5 ખેલાડીઓના નામે રહ્યું છે હેટ્રિક યર 2019, 2 ભારતીયો પણ સામેલ
લગભગ 10 વર્ષ બાદ શનિવારે લાહોરના મેદાનમાં જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી શરૂ થયું ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ મેચ આટલી ઐતિહાસિક બનશે. આમ તો 10 વર્ષ બાદ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ થવું એ જ ઐતિહાસિક વાત છે, પરંતુ આ મેચને વધુ ઐતિહાસિક બનાવી દીધી યુવા બોલર મોહમ્મદ હસનૈને. દુબળો પાતળો દેખાતો આ યુવાન પોતાની ટી20 કરિયરની બીજી મેચ રમવા ગદ્દાફી સ્ટેડિયમમાં ઉતર્યો હતો, પરંતુ ભાગ્યે જ કોઈને ખ્યાલ હતો કે આ મેચ બાદ આ બાળકનું નામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સુવર્ણ અક્ષરે લખાશે. શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી આ મેચમાં હસનૈને પોતાના ટી 20 કરિયરની પહેલી હેટ્રિક લીધી, એ પણ બીજી જ મેચમાં. સાથે જ હેટ્રિક લેનાર તે દુનિયાનો સૌથી યંગ બોલર બની ગયો. આમ તો ત્રણ બોલમાં ત્રણ વિકેટ લેવી એ જ ખાસ વાત છે, પરંતુ હેટ્રિક માટે 2019નું વર્ષ ખાસ રહ્યું છે.
2019ના ઓક્ટોબર મહિના સુધીમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 હેટ્રિક નોંદાઈ ચૂકી છે. ત્યારે આશા છે કે આગામી 2 મહિનામાં હજી કંઈક જોવા મળશે. ક્રિકેટ ઈતિહાસમાં હેલીવાર એક વર્ષમાં આટલી હેટ્રિક નોંધાઈ છે.ચાલો જોઈએ એ બોલર્સની વાત જેણે 2019માં હેટ્રિક લીધી છે.

મોહમ્મદ શમી (વિ. અફ્ઘાનિસ્તાન, 22 જૂન 2019)
ICC વર્લ્ડ કપમાં જ્યારે ટીમ ઈન્ડિયા કપ જીતવાના ઈરાદા સાથે ઉતરી તો ભાગ્યે જ કોઈને ખ્યાલ હતો કે મોહમ્મદ શમી ઈતિહાસ રચી દેશે. વર્લ્ડ કપની 28મી મેચમાં ભારતનો મુકાબલો અફ્ઘાનિસ્તાન સામે હતો. રસાકસી ભરેલી આ મેચ ભારતે 11 રનથી જીતી હતી. પણ આ જીત પાછળ મોટો હાથ હતો મહોમ્મદ શમીનો. ટોસ જીતીને બેટિંગ કરનાર ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 8 વિકેટે માત્ર 224 રન જ નબનાવી શકી.
અફ્ઘાનિસ્તાનને મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. કોહલીએ 50મી ઓવર માટે બોલ સોંપ્યો ઈજાગ્રસ્ત ભુવનેશ્વર કુમારના સ્થાને સામેલ થયેલા શમીને. શમીની સામે હતા 48 રન પર રમી રેહલા મોહમ્મદ નબી. નબીએ શમીની ઓવરના પહેલા બોલે જ ફોર મારીને ગ્રાઉન્ડમાં માહોલ ગરમ કરી દીધો. શમીના બીજા બોલે નબી કોઈ રન ન લી શક્યા અને ત્રીજા બોલે શમીએ નબીને આઉટ કરી દીધા. નબીના આઉટ થયા બાદ અફ્ઘાનિસ્તાનની જીતની આશા પણ તૂટી ચૂકી હતી. નબી બાદ બેટિંગ કરવા આવેલા અફતાબ આલમને પણ શમીએ ક્લીન બોલ્ડ કરીને પેવેલિયન પાછા મોકલી દીધા.
આફતાબની વિકેટ પડ્યા બાદ 11મા નંબરે બેટિંગ કરવા આવેલા મુજીબ ઉર રહેમાનને પણ બોલ્ડ કરીને શમીએ ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી સાથે જ 2019ના વર્લ્ડ કપની પહેલી હેટ્રિક પણ નોંધાવી દીધી.

ટ્રેન્ડ બોલ્ટ ( વિ. ઓસ્ટ્રેલિયા 29 જૂન 2019)
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની 37મી મેચમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે શાનદાર બોલિંગ કરતા હેટ્રિક ઝડપી. ટ્રેન્ટ બોલ્ડ વિશ્વ પમાં હેટ્રિક લેનાર ન્યૂઝીલેન્ડના પહેલા બોલર બન્યા. લોર્ડઝમાં રમાયેલી આ મેચમાં બોલ્ટે મેચની પહેલી ઈનિંગની 50મી ઓવરમાં પહેલા ઉસ્માન ખ્વાજા, મિશેલ સ્ટાર્ક અને છેલ્લે જેસન બેહરેનડોર્ફને આઉટ કર્યા. બોસ્ટે ઓસ્ટ્રિયા વિરુદ્ધ ગજબ બોલિંગ કરતા 10 ઓવરમાં 1 મેડન સાથે 51 રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી.

જસપ્રીત બુમરાહ (વિ. વેસ્ટ ઈન્ડીઝ, 1 સપ્ટેમ્બર 2019)
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જમૈકામાં રમાયેલી બીજી અને છેલ્લી ટેસ્ટમાં ભારતે સારી બેટિંગ કરતા બીજી ઈનિંગમાં વિન્ડિઝને જીતવા માટે 416 રનનો ટાર્ગેટ આપ્યો. આ પહાડ જેવા લક્ષ્યને પહોંચી વળવા ઉતરેલી વિન્ડિઝની ટીમ બુમરાહની બોલિંગ સામે ટકી ન શકી. બુમરાહે આ મેચમાં 6 વિકેટ ઝડપી. ઈનિંગની નવમી ઓવરમાં બુમરાએ પોતાની પહેલી ટેસ્ટ હેટ્રિક ઝડપી. બુમરાહે નવમી ઓવરની બીજી બોલર પર બ્રાવો, ત્રીજી બોલ પર શાહમાર બ્રૂક્સ અને ચોથા બોલ પર રોસ્ટન ચેઝને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી. સાથે જ ઈતિહાસના પાના પર રેકોર્ડ નોંધાવી દીધો. સાથે જ બુમરાહ ટેસ્ટમાં હેટ્રિક ઝડપનાર ત્રીજા ભારતીય બોલર બન્યા છે.

લસિથ મલિંગા (વિ. ન્યૂઝીલેન્ડ, 6 સપ્ટેમ્બર 2019)
શ્રીલંકાના પ્રવાસે આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ 2-0થી લીડ પર હતી અને છેલ્લી મેચમાં પલ્લાકેલ સ્ટેડિયમમાં પણ બ્લેક કેપ્સ જીતવાના ઈરાદા સાથે ઉતર્યા હતા. પહેલી બે મેચની જીતથી આશ્વસ્ત કિવિઝ જીતીને ક્લીન સ્વિપ કરવા ઈચ્છતી હતી, પરંતુ શ્રીલંકન કેપ્ટન લસિથ મલિંગ કંઈક અલગ જ ઈરાદા સાથે મેદાનમાં હતા. લસિથ મલિંગાએ આ મેચમાં 5 વિકેટ ઝડપી જેમાંથી 4 વિકેટ તો સતત 4 બોલમાં લીધી હતી.
મલિંગાએ ન્યૂઝીલેન્ડ સામેની આ મેચની ત્રીજી ઓવરમાં કેલિન મુનરોને આઉટ કર્યા. ચોથા બોલ પર હેમિશ રદરફોર્ડને પેવેલિયન ભેગા કર્યા અને પછીના બોલે કૉલિન ડી ગ્રેન્ડ હોમને પોતાનો શિકાર બનાવી હેટ્રિક પૂરી કરી. આ ઓવરના છેલ્લા બોલે મલિંગાએ રોસ ટેલરને આઉટ કરીને ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી. આ સાથે જ કિવિઝનો સ્કોર 15 રને ચાર વિકેટ થઈ ગયો.
પાંચમી ઓરમાં મલિંગાએ ટીમ સેડફર્ટને આઉટ કરી દીધા. મલિંગા ટી20માં હેટ્રિક ઝડપનાર પહેલા બોલર છે. શ્રીલંકા આ મેચ 37 રનથી જીતી ગયું.

મોહમ્મદ હનૈન (વિ. શ્રીલંકા) 5 ઓક્ટોબર 2019
શ્રીલંકા વિરુદ્ધ મોહમ્મદ હસનૈને આ હેટ્રિક એક ઓવરમાં નહીં પરંતુ બે ઓવરમાં ઝડપી છે. હસનૈને પહેલા 16મી ઓવરના છેલ્લા બોલે ભનુકા રાજપક્ષેની વિકેટ ઝડપી. બાદમાં 19મી ઓવરના પહેલા બે બોલમાં દાસુન શનાકા અે શેશન જયસૂર્યાને આઉટ કરીને હેટ્રિક નોંધાવી લીધી. આ પહેલા હસનૈને પોતાની બે ઓવરમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ ત્રીજી ઓવરમાં તેણે શાનદાર કમબેક કરીને ભનુકા રાજપક્ષેને એક ફાસ્ટ યોર્કર પર બોલ્ડ કર્યા. હસનૈનની આ માત્ર બીજી જ ટી 20 ઈન્ટરનેશનલ મેચ હતી. તેમણએ પોતાની ચાર ઓવરમાં 37 રન આપીને ત્રણ વિકેટ ઝડપી.
ક્રિકેટ જગતની 5 સૌથી સુંદર જોડીઓ, નંબર 3ના થતા હતા ખૂબ જ ખર્ચા
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો