For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 10 : આ છે IPLના ટોપ 10 સ્કોર્સ, ગેલથી લઇને સહેવાગ સુધી

આઇપીએલની આ છે દસમી સીઝન. ત્યારે આઇપીએલના 10 ટોપ સ્કોર્સ કયા છે જાણો વિગતવાર અહીં...

|
Google Oneindia Gujarati News

આઇપીએલ 10 સીઝન શરૂ થઇ ગઇ છે. આઇપીએલ હંમેશા તેની આક્રામક બેટિંગ માટે જાણીતી છે. જ્યારે સ્ટેડિયમની બહાર ચોગ્ગા અને છગ્ગાની વરસાદ થવા લાગે છે ત્યારે આઇપીએલમાં દર્શકોને પણ મજા આવી જાય છે. આમ પણ આઇપીએલમાં 20 ઓવરમાં સૌથી વધારે રન કરનાર ટીમ જ મોટે ભાગે જીતનો સહેરો પોતાના માથે બાંધે છે તે નિયમ છે. ત્યારે આજે અમે આઇપીએલની આ 10 સીઝન દરમિયાન કોની બેટિંગ અદ્ધભૂત અને યાદગાર રહી તે અંગે તમને જણાવાના છીએ. તો જાણો અત્યાર સુધીના આઇપીએલના 10 ટોપ સ્કોર્સ. જેમાં ભારતીય ખેલાડીઓ સમતે આ નામી ક્રિકેટરના નામ પણ જોડાયેલા છે.

ipl

આઇપીએલની શરૂઆત 2008માં થઇ હતી. તે દરમિયાન પહેલી જ મેચમાં કંઇક તેવું થયું જેણે તે વાત નક્કી કરી લીધી કે આઇપીએલ આવનારા દિવસોમાં દર્શકોના મન પર રાજ કરશે. ન્યુઝીલેન્ડના આક્રમક બેટ્સમેન બ્રેન્ડમ મૈક્કુલમે આઇપીએલની પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને 158 રનો રમ્યા હતા. કેકેઆરથી રમતા બ્રેન્ડમ મૈક્કુલમે આરસીબીની વિરુદ્ઘ 158 રન બનાવ્યા હતા. જો કે તે પછી લાગતું હતું કે આ રેકોર્ડને ભાગ્યે જ કોઇ તોડશે. પણ ક્રિસ ગેલ આ વાતને જલ્દી જ ખોટી પાડી.

ipl

ત્યારે આઇપીએલના અત્યાર સુધીના ટોપ 10 સ્કોર્સ વિષે જાણો અહીં....

1. ક્રિસ ગેલ

23 એપ્રિલના રોજ ગેલે આરસીબી પુણેની વિરુદ્ધ 175 રન બનાવ્યા હતા. તેમણે 66 બોલમાં 13 ચોગ્ગા અને 17 છગ્ગા માર્યા હતા.

2. મૈક્કુલમ

18 એપ્રિલ 2008માં મૈક્કુલમે કેકેઆરની તરફથી રમતા પહેલી જ મેચમાં 158 રન બનાવ્યા હતા. 73 રનમાં તેમણે 10 ચોગ્ગા અને 13 છગ્ગા લગાવ્યા હતા.

ipl

3. ડિવિલિયર્સ

એબી ડિવિલિયર્સે 10 મે 2015ના રોજ આરસીબી માટે મુંબઇ ઇન્ડિયન્સ વિરુધ્ધ 133 રન બનાવ્યા હતા.

4. ડી વિલિયર્સે
ડી વિલિયર્સે આરસીબી માટે રમતા ગુજરાત લાયન્સ વિરુદ્ધ 129 રન 14 મે 2016ના રોજ માર્યા હતા. જેમાં તેણે 52 બોલમાં 10 ચોગ્ગા અને 12 છગ્ગા માર્યા હતા.

5. ગેલ

17 મે 2012માં ગેલે દિલ્હી વિરુદ્ધ 128 રન બનાવ્યા હતા. જેમાં તેમણે 62 બોલમાં 7 ચોગ્ગા અને 13 છગ્ગા લગાવ્યા હતા.

ipl

6. મુરલી વિજય
મુરલી વિજયે 2 એપ્રિલ 2010ના રોજ ચેન્નઇ સુપર કિંગ્સ માટે રાજસ્થાન વિરુદ્ધ 127 રન બનાવ્યા હતા.

7. વીરેન્દ્ર સહેવાગ

વીરેન્દ્ર સહેવાગે પંજાબ માટે 30 મે 2014ના રોજ 122 રનો બનાવ્યા હતા. જેમાં તેણણે 8 છગ્ગા અને 12 ચોગ્ગા માર્યા હતા.

8. પોલ વાલ્થેટી

પોલ વાલ્થેટીીએ 13 એપ્રિલ 2011માં પંજાબ માટે 120 રન બનાવ્યા હતા. ચેન્નઇની વિરુદ્ધ રમતા તેમણે 63 બોલમાં 19 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા.

9. સહેવાગ

5 મે 2011ના રોજ સહેવાગે દિલ્હી માટે ડેક્કન ચાર્ઝર્સ વિરુદ્ધ 119 રનો બનાવ્યા હતા. જેમાં 56 બોલમાં 6 છગ્ગા અને 13 ચોગ્ગા હતા.

ipl

10. સાયમંડ્સ
એન્ડ્રૂ સાયમન્ડસે 24 એપ્રિલ 2008ના રોજ ડેક્કન ચાર્ઝસ માટે રાજસ્થાન વિરુદ્ઘ 117 રન બનાવ્યા હતા. જેમાં 53 બોલમાં તેમણે 11 ચોગ્ગા અને 7 છગ્ગા બનાવ્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Presenting to you the top 10 individual scores in the history of the Indian Premier League (IPL). Chris Gayle is at number one spot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X