• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Highlights: પંજાબની શાનદાર શરૂઆત,પરંતુ બાજી મારી KKRએ

By Shachi
|

કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબ ની મેચમાં કેકેઆરની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પંજાબની ટીમ દ્વારા દાવની શરૂઆત સારી કરવામાં આવી હતી. મેચની શરૂઆતમાં જ મનન વોરા તથા હાસીમ અમલાએ 53 રનની ભાગીદારી નોંધાવી હતી.

  • સિઝનની પ્રથમ મેચ રમી રહેલા કેકેઆરના ઉમેશ યાદવે શાનદાર પ્રદર્શન કરતાં એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે આ મેચમાં કુલ 4 વિકેટ ઝડપી હતી.
  • પંજાબના કેપ્ટન મેક્સવેલ પણ ઉમેશ યાદવના બોલ પર આઉટ થયા હતા.
  • સારી શરૂઆત છતાં પણ કેકેઆરની ટીમ પંજાબને 170/9 જેટલા સામાન્ય સ્કોર પર રોકવામાં સફળ રહી.
  • આ સરળ લક્ષ્યાંકનો પીછો કરતાં કેકેઆરના સુનીલ નારાયણ અને ગૌતમ ગંભીરે દાવની શરૂઆત કરી હતી.
  • ક્રિસ લિનની ગેરહાજરીમાં સુનીલ નારાયણે દાંવની શરૂઆત કરી આશ્ચર્ય સર્જ્યું હતું.
  • સુનીલ નારાયણે માત્ર 18 બોલમાં 37 રન ફટકારી શાનદાર શરૂઆત કરી હતી.
  • કેકેઆરની જીતમાં કપ્તાન ગૌતમ ગંભીરે 72 રન ફટકારી મહત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો છે.
  • તો સામે કપ્તાન ગૌતમ ગંભીરે આ મેચમાં આઇપીએલ સિઝનની 33મી અડધી સદી પૂર્ણ કરી ડેવિડ વોર્નરના રેકોર્ડની બરાબરી કરી હતી.
  • આ સાથે જ તેમણે આઇપીએલ સિઝન-17માં સૌથી વધુ રન ફટકારી ઓરેન્જ કેપ પણ મેળવી હતી.
  • કોલકાતાની જીતમાં મનીષ પાંડેનું યોગદાન પણ મહત્વપૂર્ણ છે. તેમણે છગ્ગો ફટકારી 3 ઓવર પહેલાં જ મેચ સમાપ્ત કરી હતી.
  • પરફેક્ટ કેચ ઓફ ધ મેચનો એવોર્ડ - મનીષ પાંડે
  • મેક્સિમમ 6s એવોર્ડ - સુનીલ નારાયણ
  • સ્ટાયલિશ પ્લેયર એવોર્ડ - ગૌતમ ગંભીર
  • મેન ઓફ ધ મેચ - સુનીલ નારાયણ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 10 Kolkata Knight Riders Vs Kings XI Punjab Kolkata Highlights.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X