For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GL Vs KXIP: પંજાબની ટીમ 26 રનથી મેચ જીતી

આજે રવિવારના રોજ ગુજરાત લાયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આઇપીએલ 10ની 26મી આઇપીએલ મેચ રમાઇ.

By Shachi
|
Google Oneindia Gujarati News

આજે રવિવારના રોજ રાજકોટમાં આઇપીએલ 10 ની 26મી મેચ ગુજરાત લાયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલ આ મેચમાં સૌની નજર ગુજરાત લાયન્સ પર મંડાયેલી હતી. આઇપીએલ 10ની સૌથી મજબૂત ટીમ મનાતી કેકેઆરને હરાવીને ગુજરાત લાયન્સે આ સિરિઝમાં ધમાકેદાર વાપસી કરી, પરંતુ આજની મેચમાં ટીમ પોતાનો કમાલ ન દેખાડી શકી.

GL vs KXIP
  • કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 26 રનથી મેચ જીતી.
  • ગુજરાત લાયન્સની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા, ગુજરાત લાયન્સની ટીમને 189 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
  • દિનેશ કાર્તિક(52) અને બાસિલ થંપી(1) ક્રિઝ પર છે.
  • દિનેશ કાર્તિકે 35 બોલમાં 52 રન ફટકાર્યા.
  • ગુજરાતની 7મી વિકેટ, સંદીપ શર્માએ એન્ડ્રયુ(22)ને આઉટ કર્યા.
  • ગુજરાત લાયન્સ ટીમના છઠ્ઠી વિકેટ પડી અક્ષદીપ નાથ(0)ના રૂપમાં. તેમને કેરિઅપ્પાએ એલબીડબલ્યૂ આપ્યું.
  • ગુજરાતની 5મી વિકેટ ડ્વેન સ્મિથ(4)ના રૂપમાં પડી, આ વિકેટ પણ અક્ષર પટેલે લીધી.
  • ગુજરાતની ચોથી વિકેટ, કે.સી.કરિઅપ્પાએ રવીન્દ્ર જાડેજા(9)ને આઉટ કર્યા.
  • ગુજરાતને ત્રીજો ફટકો પડ્યો કપ્તાન સુરેશ રૈના(32)ના રૂપમાં, આ વિકેટ અક્ષર પટેલે લીધી.
  • ગુજરાતની બીજી વિકેટ, એરોન ફિંચ 13 રન બનાવી આઉટ થયા. મોહિત શર્માએ આ વિકેટ લીધી.
  • પહેલી ઓવર પૂર્ણ થતાંની સાથે જ ગુજરાતની પહેલી વિકેટ, બ્રેંડન મેક્લમ આઉટ
  • સંદીપ શર્માએ બ્રેંડનને એલબીડબલ્યૂ આપ્યું.
  • કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 188 રન બનાવ્યા.
  • મોહિત શર્મા(4) નોટઆઉટ.
  • પંજાબની 7મી વિકેટ, રિદ્ધિમાન સાહ 10 રન બનાવી રન આઉટ.
  • પંજાબની પાંચમી વિકેટ, માર્કસ સ્ટોનિસ માત્ર 7 રન બનાવી આઉટ.
  • આ વિકેટ પણ એન્ડ્ર્યુએ લીધી.
  • પંજબની છઠ્ઠી વિકેટમાં અક્ષર પટેલ(34) આઉટ, ડ્વેન સ્મિથે આ વિકેટ લીધી.
  • પંજાબની ચોથી વિકેટ કપ્તાન ગ્લેન મેક્સવેલ(31)ના રૂપમાં પડી.
  • પંજાબની ત્રીજી વિકેટ, હાશિમ અમલા(65) આઉટ. આ વિકેટ શુભમ અગ્રવાલે લીધી.
  • હાશિમ અમલાએ 40 બોલમાં 65 રન ફટકાર્યા.
  • પંજાબની બીજી વિકેટ શોન માર્શ(30)ના રૂપમાં પડી, આ વિકેટ એન્ડ્ર્યુએ લીધી.
  • પંજાબની ટીમની પહેલી વિકેટ મનન વોહરા(2)ના રૂપમાં પડી, આ વિકેટ નાથુ સિંહે લીધી.
  • ગુજરાત લાયન્સની ટીમે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
સ્કોર ટેબલ: સ્કોર ટેબલમાં પંજાબની ટીમ 6ઠ્ઠા સ્થાને છે, પંજાબની ટીમ 6માંથી માત્ર 2 જ મેચ જીતી શકી છે. ગુજરાતની ટીમ પણ 6માંથી 2 જ મેચ જીતી શકી છે, પરંતુ રનરેટ જોતાં તે છેલ્લા સ્થાને છે.
ટીમ:
ગુજરાત લાયન્સ - આરોન ફિંચ, બ્રેંડન મૈકુલમ, સુરેશ રૈના(કપ્તાન), દિનેશ કાર્તિક(વિકેટ કીપર), ડ્વેનિ સ્મિથ, રવીન્દ્ર જાડેજા, અક્ષદીપ નાથ, એંડ્ર્યૂ ટાઇ, શભમ અગ્રવાલ, બેસિલ થમ્પી, નાથૂ સિંહ
કિંગ્સ ઇલેવન પંજાબ - હાશિમ અમલા, માનન વોહરા, ગ્લેન મૈક્સવેલ(કપ્તાન), રિદ્ધિમાન સાહા(વિકેટ કીપર), સૉન માર્શ, માર્કસ સ્ટૉનીસ, અક્ષર પટેલ, કે.સી.કરિઅપ્પા, ટી.નટરાજન, મોહિત શર્મા, સંદીપ શર્મા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 10 Match 26 Gujarat Lions Vs Kings XI Punjab Live Updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X