For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Highlights: કપ્તાન સ્મિથના શાનદાર પ્રદર્શન છતાં હાર્યું RPS

આઇપીએલ 10ની ફાઇનલ મેચમાં બે વાર વિજેતા રહી ચૂકેલ મુંબઇ ઇન્ડિયન્સ તથા પહેલી વાર ફાઇનલમાં પહોંચેલી પુનાની ટીમ વચ્ચે રસાકસીભર્યો ખેલ જામ્યો હતો.

By Shachi
|
Google Oneindia Gujarati News

બે વાર વિજેતા રહી ચૂકેલ મુંબઇ ઇન્ડિયન્સની ટીમે રવિવારની આઇપીએલ 10ની ફાઇનલ મેચમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટને હરાવી ફરી એકવાર જીત હાંસલ કરી હતી. મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, તેમણે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 129 રન બનાવ્યા હતા. પુનાની ટીમ પાસે 130 રનનો લક્ષ્યાંક હતો. આ મેચના છેલ્લા બોલ સુધી મુંબઇ અને પુના બંન્ને ટીમના ખેલાડીઓ તથા ફેન્સના શ્વાસ અદ્ધર હતા. પુનાની ટીમે 20 ઓવરમાં 6વિકેટ ગુમાવી 128 રન બનાવ્યા.

આ રસાકસી ભરી મેચમાં માત્ર 1 રનથી પુનાની ટીમને હારનો સામનો કરવો પડ્યો તથા મુંબઇ ઇન્ડિયન્સ ટીમે આઇપીએલ 10નો ખિતાબ પોતાને નામ કર્યો.

MI vs RPS

મુંબઇના ફ્લોપ ઓપનર્સની ફ્લોપ બેટિંગ

મુંબઇની ટીમ તરફથી ઓપનર લિંડલ સિમંસ અને પાર્થિવ પટેલ ફરી એકવાર સારી શરૂઆત કરવામાં અસફળ રહ્યાં. પહેલી 2 ઓવરમાં તેઓ માત્ર 6 રન બનાવી શક્યા. આ બંન્નેએ ભાગીદારીમાં માત્ર 7 રન બનાવ્યા અને આઉટ થઇ ગયા. આ બંન્ને વિકેટ પુનાના જયદેવે લીધી. પાવર પ્લેમાં મુંબઇએ માત્ર 32 રન બનાવ્યા. પુનાના કપ્તાન સ્ટીવ સ્મિથના શાનદાર થ્રો પર અંબાતી રાયડુ(12) રન આઉટ થયા.

મુંબઇ ઇન્ડિયન્સના પાવર પ્લેયર્સ કહેવાતા રોહિત શર્મા(24) અને કિરૉન પોલાર્ડ(7) ફરી એકવાર પુનાના બોલર્સ સામે રન બનાવવામાં નિષ્ફળ રહ્યાં. આ બંન્ને વિકેટ એડમ જમ્પાએ લીધી, 11મી ઓવરના પહેલા બોલ પર રોહિત તથા છેલ્લા બોલ પર પોલાર્ડ આઉટ થયા.

પંડ્યા બ્રધર્સના મોટા ભાઇનો કમાલ

પોલાર્ડ બાદ મેદાનમાં આવેલ હાર્દિક પંડ્યા(10) વધુ રન મેળવવાના ચક્કરમાં ડેનિયલ ક્રિશ્ચિયનના બોલ પર એલબીડબલ્યુ થઇ ગયા. મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેન આઉટ થઇ રહ્યાં હતા, પરંતુ કુણાલ પંડ્યા સંતુલન જાળવી રમી રહ્યાં હતા. તેમણે 38 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 47 રન બનાવ્યા. જો કે, આખરે તેઓ પણ ડેનિયલ ક્રિશ્ચિયનના જ બોલ પર આઉટ થયા.

MI vs RPS

પુનાની ઠીક-ઠાક શરૂઆત

આઇપીએલમાં પહેલીવાર ફાઇનલમાં પહોંચેલ પુનાની ટીમની શરૂઆત ઠીક-ઠાક રહી. શરૂઆતમાં મેદાન પર આવેલ અજિંક્ય રહાણે અને રાહુલ ત્રિપાઠીએ 2 ઓવરમાં 14 રન ફટકાર્યા હતા. રાહુલ એલબીડબલ્યુ થયા બાદ રહાણે અને સ્ટીવે મળી 54 રન ફટકાર્યા. 44 રન ફટકારી અજિંક્ય રહાણે આઉટ થયા બાદ ધોની મેદાન પર ઉતર્યા, પરંતુ તે માત્ર 10 રન ફટકારી આઉટ થઇ ગયા.

રસાકસીભરી મેચ

આ મેચની છેલ્લી ઓવરમાં ખરેખર રસાકસીભર્યો ખેલ જોવા મળ્યો. છેલ્લી ઓવરમાં પુનાની ટીમને જીતવા માટે 11 રનની જરૂર હતી, મુંબઇના કપ્તાન રોહિત શર્માએ આ ઓવર અનુભવી મિશેલ જૉન્સનને આપી, સ્ટ્રાઇક પર મનોજ તિવારી હતા, જેમણે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. હવે પુનાની ટીમને 5 બોલ પર માત્ર 7 રનની જરૂર હતી. મિશેલે સતત બે બોલ પર મનોજ તિવારી અને સ્ટીવ સ્મિથને આઉટ કરી દીધા. મનોજ તિવારી 7 તથા કપ્તાન સ્મિથ 50 બોલમાં 51 રન બનાવી આઉટ થયા. અંતે એડમ જમ્પા અને ડેનિયલ ક્રિશ્ચિયન 4 રને નોટ આઉટ રહ્યા.

મુંબઇ ઇન્ડિયન્સના સુપર બોલર્સ

મુંબઇના શાનદાર બોલર્સ જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગાએ સરસ બોલિંગ કરી હતી. બુમરાહે 4 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ ઝડપી, મિશેલે ત્રણ વિકેટ લીધી, જોન્સને 4 ઓવરમાં 26 રન આપી 3 વિકેટ લીધી. લસિથ મલિંગાએ કોઇ વિકેટ ના લીધી, પરંતુ તેમણે 4 ઓવરમાં માત્ર 21 જ આપ્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2017 Highlights: Final Match Mumbai Indians vs Rising Pune Supergiant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X