ચેન્નાઇ સુપર કિંગ્સને લાગ્યો ઝટકો, આઇપીએલ થી બહાર દિગ્ગજ ખેલાડી
આઇપીએલ મેચની શરૂઆત સાથે જ ચેન્નાઇ સુપર કિંગ્સને એક મોટો ફટકો લાગ્યો છે. ટીમના ઓલરાઉન્ડર ખેલાડી કેદાર જાધવ આઇપીએલ થી બહાર થઇ ગયા છે. કેદાર જાધવ આ સીઝનમાં હવે એક પણ આઇપીએલ મેચ નહીં રમી શકે. મુંબઈ વિરુદ્ધ રમવામાં આવેલા મેચમાં તેમણે ઇજા પહોંચી હતી. હવે તેઓ આખી સીઝન માટે બહાર થઇ ચુક્યા છે. હેમસ્ટ્રીંગ ઈંજરી થયા પછી ચેન્નાઇ ટીમ કોચ માઈકલ હસ્સી ઘ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી હતી.
માઈકલ હસ્સી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેદાર જાધવની ચોટ ગંભીર છે. જેના કારણે તેમને ટીમથી બહાર રાખવામાં આવ્યા છે. કેદાર જાધવની જગ્યા પર ટીમમાં કોઈ નવા ખેલાડીને લેવામાં આવ્યો નથી. કેદાર જાધવ બહાર થયા પછી ટીમની મુશ્કેલી વધી ગયી છે. જાધવની જગ્યા પર ટીમ માટે મિડલ ઓર્ડર સાંભળે તેવા ખેલાડીની તલાશ છે. હજુ સુધી તેની જગ્યા પર કોને લેવામાં આવશે તેના વિશે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કેદાર જાધવને મુંબઈ વિરુદ્ધ રમાયેલી પહેલી મેચમાં ઇજા પહોંચી હતી. તેમની ચોટ એટલી ગંભીર હતી કે તેમને રીટાયર થઈને પેવેલિયન જવું પડ્યું. પરંતુ છેલ્લે તેમને એક છક્કો અને ચોક્કો મારીને ટીમને જીત અપાવી હતી. ઇજા હોવા છતાં પણ તેમને 22 બોલમાં 24 રન બનાવ્યા હતા.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો