For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેહવાગે જણાવ્યું કે કેમ યુવરાજ સિંહ પંજાબના કેપ્ટન બન્યા નહીં

આર અશ્વિન ને આઇપીએલ 11 માટે કિંગ્સ ઇલેવન પંજાબની કપ્તાની આપવામાં આવી છે. ફેસબૂક લાઈવ ઘ્વારા કિંગ્સ ઇલેવન પંજાબ ફ્રેન્ચાઇઝી ઘ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આર અશ્વિન ને આઇપીએલ 11 માટે કિંગ્સ ઇલેવન પંજાબની કપ્તાની આપવામાં આવી છે. ફેસબૂક લાઈવ ઘ્વારા કિંગ્સ ઇલેવન પંજાબ ફ્રેન્ચાઇઝી ઘ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન ટીમ ડાયરેક્ટર વીરેન્દ્ર સેહવાગ સાથે આર અશ્વિન પણ હાજર હતા. આ પહેલા આર અશ્વિન ચેન્નાઇ સુપર કિંગ્સનો ભાગ હતા. પરંતુ ચેન્નાઇ પર બે વર્ષનો પ્રતિબંધ લાગવાથી તેઓ પુણે સુપર જાયન્ટ નો હિસ્સો બની ગયા.

virender sehwag

આપણે જણાવી દઈએ કે આર અશ્વિન ને કેપ્ટન બનાવતા પહેલા ચર્ચા હતી કે પંજાબ પોતાના જુના સાથી યુવરાજ સિંહને કેપ્ટન બનાવી શકે છે. પરંતુ એવું થયું નહીં. હવે જાતે ટીમ ડાયરેક્ટર વીરેન્દ્ર સેહવાગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે 90 ટકા લોકોની પસંદ યુવરાજ સિંહ હોવા છતાં તેમને કેપ્ટન કેમ બનાવવામાં આવ્યા નહીં.

ધ્યાન આપવા જેવી બાબત છે કે આઇપીએલ નીલામી દરમિયાન ચેન્નાઇ માટે કોઈ પણ બોલી લગાવવામાં આવી નહીં. ત્યારપછી આર અશ્વિન ને પંજાબની ટીમે 7.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જયારે યુવરાજ સિંહ ને પંજાબે માત્ર 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.

ફેસબૂક લાઈવ દરમિયાન વીરેન્દ્ર સેહવાગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવરાજ સિંહ તેમના ખુબ જ સારા મિત્ર છે. પરંતુ જયારે વાત ક્રિકેટ વિશે આવે છે ત્યારે દોસ્તી બાજુ પર રાખીને વિચારવું પડે છે અને અમને લાગ્યું કે આર અશ્વિન એક સારા કેપ્ટન સાબિત થશે એટલા માટે તેમની પસંદગી કરવામાં આવી.

સેહવાગે જણાવ્યું કે જયારે કેપ્ટન નામ વિશે ચર્ચા થઇ ત્યારે યુવરાજ સિંહનું નામ પણ સામે આવ્યું હતું. પરંતુ અમારા સપોર્ટ સ્ટાફના વધારે લોકો ઇચ્છતા હતા કે અશ્વિન પંજાબની કપ્તાની કરે. હું પણ પહેલાથી ઈચ્છતો હતો કે ટીમનું કેપ્ટન પદ કોઈ બોલરને સોંપવામાં આવે કારણકે હું વસીમ અક્રમ, વકાર યુનુસ, અને કપિલ દેવનો ફેન છું. તેમને પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમને આશા છે કે અશ્વિન પણ કિંગ્સ ઇલેવન પંજાબ માટે સારું પ્રદર્શન કરશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2018 Virender sehwag reveals why kings xi punjab prefered ashwin over yuvraj as captain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X