• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2019: અંતિમ ઓવરમાં રોહિત શર્મા કરવા જઈ રહ્યા હતા મોટી ભૂલ, મેચ બાદ કર્યો ખુલાસો

|
Google Oneindia Gujarati News

આઈપીએલમાં ધબકારા વધારી દેનાર મેચ જોવા મળ્યો. ફાઈનલના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સની જીત એવી રહી કે તેના પર વિશ્વાસ કરવો એક સમયે મુશ્કેલ થઈ ગયું છે. મુંબઈએ ત્રણ વાર ચેમ્પિયન રહી ચૂકેલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવી. આખરી ઓવરમાં ચેન્નઈને જીત માટે 9 રન જોઈતા હતા, પરંતુ લસિથ મલિંગાએ શાનદાર બોલિંગ કરતાં ટીમને જીત અપાવી દીધી. પરંતુ આ આખરી ઓવરે મુંબઈનું ટેન્શન ભારે વધારી દીધું હતું. આ ઓવરે લઈ કેપ્ટન રોહિત શર્મા એક મોટી ભૂલ કરવા જઈ રહ્યા હતા. જો તે ભૂલ થઈ જાત તો કદાચ ટ્રોફી હાથમાંથી નીકળી ગઈ હોત.

મલિંગાને ઓવર આપવા નહોતા માંગતા

મલિંગાને ઓવર આપવા નહોતા માંગતા

મેચ બાદ રોહિતે નિવેદન આપતા સ્પષ્ટ કર્યું કે તે આખરી ઓવર મલિંગાને આપવા નહોતા માંગતા. પરંતુ તેમનો અનુભવ જોઈ આખરે ફેસલો લેવામાં આવ્યો. રોહિતે કહ્યું કે મલિંગા એક ચેમ્પિયન છે, તે અમારા માટે કેટલાય વર્ષોથી કામ કરી રહ્યા છે. હું અંતિમ ઓવર માટે હાર્દિક પંડ્યા વિશે વિચારી રહ્યો હતો, પરંતુ હું એવા વ્યક્તિને પરત કરવા માંગતો હતો જે અમારા માટે પહેલા પણ આવી સ્થિતિમાં રહ્યો હોય અને મલિંગા કેટલીય વખત ત્યાં ગયો છે. જણાવી દઈએ કે મલિંગા અંતિમ ઓવર ફેકતા પહેલા 3 ઓવરમાં 42 રન આપી ચૂક્યો હતો. જ્યારે પંડ્યાએ 1 ઓવર ફેંકી હતી જેમાં માત્ર 3 રન જ આપ્યા હતા.

ટીમને આપ્યું ચેમ્પિયન બનવાનો શ્રેય

ટીમને આપ્યું ચેમ્પિયન બનવાનો શ્રેય

જ્યારે રોહિતે ખેલાડીઓના ભારે વખાણ કર્યાં. તેમણે કહ્યું કે દરેક રમતથી સીખી રહ્યો છું, દર વખતે હું મેદાનમાં ઉતરું છું. મારે ટીમને પણ શ્રેય દેવાનો છે, છોકરાઓએ આગળ વધવાનું છે નહિતર કેપ્ટનને મુર્ખ બનાવી શકાય છે. છોકરાઓએ સારું પ્રદર્શન કર્યું, આ કારણે જ અમે શીર્ષ પર ક્વૉલીફાઈ કર્યું. ટૂર્નામેન્ટને બે બાગમાં વિભાજીત કરવાની અમે યજના બનાવી, દરેક ચીજ જે અમે ટીમના રૂપમાં કરી, અમને તેના માટે ઈનામ મળ્યાં. અમારી પાસે 25 ખેલાડીઓની એક સ્ક્વૉડ છે, બધાએ કોઈને કોઈ સ્ટેજ પર આવીને કામ કર્યું. અમારી બોલિંગ વિશેષ રૂપે ઉત્કૃષ્ટ હતી, રમતમાં વિભિન્ન તબક્કામાં બોલિંગે પોતાના હાથ ઉપર રાખ્યો. દરેક એ બોલરને મોકો મળે છે, જેણે પોતાનો હાથ ઉપર રાખ્યો, જવાબદારી લીધી અને એટલા માટે જ અમને તેનું ઈનામ મળ્યું.

ચેન્નઈને મળ્યો હતો 150 રનનો લક્ષ્ય

ચેન્નઈને મળ્યો હતો 150 રનનો લક્ષ્ય

જણાવી દઈએ કે ખિતાબી મુકાબલામાં મુંબઈએ પહેલા બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવી ચેન્નઈ સામે 150 રનનો લક્ષ્ય રાખ્યો હતો. મુંબઈ તરફથી કિરોન પોલાર્ડ જ 25 બોલમાં 41 રનોની સર્વાધિક ઈનિંગ રમી શક્યા. તેમના ઉપરાંત કોઈપણ બેટ્સમેન પ્રભાવિત ન કરી શક્યો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ ચેન્નઈ ટીમના શેન વોટ્સન અને ડુપ્લાસિસે શારી શરૂઆત આપી. પરંતુ બાદમાં આ જોડી પર મુંબઈના બોલર્સ હાવી થઈ ગયા. મેચ અંત સુધી ગયો અને મુંબઈએ 1 રને રોમાંચક જીત હાંસલ કરી લીધી. ચેન્નઈ માટે માત્ર વોટ્સને 59 બોલમાં 80 રનની ઈનિંગ રમી હતી.

ધોની સિવાય વિરાટ કોહલીની કોઈ મદદ નહીં કરેધોની સિવાય વિરાટ કોહલીની કોઈ મદદ નહીં કરે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2019: rohit sharma were about to make huge mistake in last over of final match, he revealed it after match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X