IPL 2020: BCCIએ જાહેર કર્યું, ખર્ચમાં 35 ટકાનો ઘટાડો, 4000 કરોડની આવક થઈ
IPL 2020 BCCI Revenues: કોરોના કાળમાં બીસીસીઆઈએ આઈપીએલનું આયોજન કરાવ્યું હતું. દર્શકો સ્ટેડિયમમાં ના હોવાથી આ સીઝન ફ્લોપ જશે એવું બધાને લાગી રહ્યું હતું પરંતુ બીસીસીઆઈએ કરેલી ઘોષણાથી આ અંદેશો ખોટો સાબિત થયો. બીસીસીઆઈએ ઘોષણા કરતા જણાવ્યું કે IPL 2020 દરેક માપદંડોમાં સફળ સાબિત થઈ છે. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટર્વ્યૂમાં બીસીસીઆઈ ખજાનચીએ જણાવ્યું કે આ સીઝનમાં 4000 કરોડની આવક થઈ, ખર્ચામાં 35 ટકાનો ઘટાડો નોંધાયો અને વ્યૂવરશિપમાં 25 ટકાનો વધારો નોંધાયો.
ધુમલે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ગત આઈપીએલ સીઝનની સરખામણીએ આ સીઝનમાં બોર્ડ ખર્ચામાં 35 ટકાનો કાપ મૂકવામાં સફળ રહ્યું. મહામારીના સમયમાં પણ અમે 4000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અમારા ટીવી વ્યૂવરશિપ 25 ટકાથી વધ્યા, અને ઓપનિંગ ગેમ (મુંબઈ ઈન્ડિયન વર્સિસ ચેન્નઈ સુપર કિંગ્સ)માં અમને સૌથી વધુ વ્યૂ મળ્યા. જેમણે શંકા કરી હતી તેઓ અમારી પાસે આવ્યા અને આઈપીએલ હોસ્ટ કરવા બદલ આભાર માન્યો. જો આ આઈપીએલ ના યોજાઈ હોત તો ક્રિકેટર્સ એક વર્ષ ગુમાવી દેત.
ધુમલે ખુલાસો કર્યો કે, "Djokovic કોરોના પોઝિટિવ થયા બાદ અમારા મનમાં બે મત હતા. ઘણાએ કહ્યું કે આઈપીએલનું આયોજન ના કરવું જોઈએ, જો ખેલાડીઓને કંઈ થઈ જશે તો? 3 મહિના સુધી વિલંબ થયો, જો કે જય શાહે કહ્યું કે આપણે આઈપીએલનું આયોજન કરી શકીએ, ત્યારે અમારામાં આત્મવિશ્વાસ વધ્યો."
IPL 2020: આઈપીએલ હારવા છતાં આ ખેલાડીઓને મળ્યું લાખોનું ઈનામ, જાણો
આ ટૂર્નામેન્ટનું આયોજન કરવા બદલ આઈપીએલના ઑફિશિયલ બ્રોડકાસ્ટર સ્ટાર ઈન્ડિયાએ પણ બીસીસીઆઈનો આભાર માન્યો. સ્ટાર ટીવી તરફથી જાહેર કરવામાં આવ્યું કે 13મી સીઝનમાં ગત સીઝન કરતાં 23 ટકા વધુ વ્યૂવરશિપ મળ્યા.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો