For Quick Alerts
For Daily Alerts
IPL 2020 CSK vs MI: ઇતિહાસમાં પ્રથમ વખત 10 વિકેટે હાર્યું ચેન્નાઇ, મુંબઇની શાનદાર જીત
મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેદાન પર વિકેટનું વાવાઝોડુ શરૂ થયું હતું. નિયમિત કેપ્ટન રોહિત શર્માને હેમસ્ટરિંગ ઇજાને કારણે આજે કિરોન પોલાર્ડ કપ્તાની કરી રહ્યા હતા. ચેન્નાઇએ પણ ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતા, જેમાં શેન વોટસન, પિયુષ ચાવલા અને કેદાર જાધવની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ, એન જગદિશન અને ઇમરાન તાહિરને લીધા હતા, પણ મહીનું આ પગલું સંપૂર્ણ ફ્લોપ સાબિત થયું અને મુંબઈને 115 રનનુ સરળ લક્ષ્ય આપ્યું હતુ. આ ટાર્ગેટનો પીછો કરતા મુંબઇએ 12.2 ઓવરમાં જ 116 રન બનાવી આસાન જીત મેળવી હતી.
મુંબઇના બોલરો ધોની પર ભારે પડ્યા, ચેન્નાઇએ 115 રનનું આપ્યું ટાર્ગેટ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો