CSK vs RR: ચેન્નાઇના બેટ્સમેનો પર ભારે પડ્યા રાજસ્થાનના બોલર, 20 ઓવરમાં બનાવ્યા 125 રન
અબુધાબીમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 37 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે જીતવા માટે 126 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા.
ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજાએ 30 બોલમાં 35 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કેપ્ટન ધોનીએ 28 બોલમાં 28, સેમ કુરાન 25 માં 22 અને અંબાતી રાયડુએ 19 બોલમાં 13 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી શ્રેયસ ગોપાલે 4 ઓવરમાં 14 રન આપી 1 વિકેટ લીધી, રાહુલ તેવાતીયાએ 4 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ, જોફ્રા આર્ચર 4 ઓવરમાં 20 રન આપી 1 વિકેટ અને કાર્તિક ત્યાગીએ 4 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
ચેન્નાઇએ તેમની અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ત્રણ મેચમાં જીત મેળવી છે, જ્યારે તે 6 મેચમાં હાર્યુ છે. તે જ સમયે, રાજસ્થાન પણ 9 માંથી ફક્ત ત્રણ મેચમાં જ નામ નોંધાવવામાં સફળ રહ્યું છે. આ રીતે, બંને ટીમોમાં 6-6 પોઇન્ટ છે, પરંતુ નેટ રન રેટના આધારે ચેન્નાઈ પોઇન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે અને રાજસ્થાન છેલ્લા સ્થાને છે.
IPL 2020 CSK vs RR: આજે કરો યા મરોની સ્થિતિ, ધોનીએ ટોસ જીતી બેટીંગનો લીધો નિર્ણય
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો