IPL 2020: પ્લેઑફમાં નિશાના પર લાગ્યું દિલ્હીનું તીર, પાવરપ્લેમાં હૈદરાબાદને ઠાર કર્યું
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન 13નો બીજો પ્લેઑફ આબુધાબીના મેદાન પર રમાઈ રહ્યો છે, જ્યાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો. દિલ્હીની કેપિટલ્સ ટીમે પાછલી 6 મેચમાંથી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે જેમાં તેનું ટૉપ ઓર્ડર ફ્લોપ થતું જોવા મળ્યું. દિલ્હી કેપિટલ્સની ટીમ સતત સલામી જોડીથી પરેશાન જણાઈ રહી હતી, ખાસ કરીને પૃથ્વી શૉના ખરાબ ફોર્મથી.
પહેલીવાર ફાઈનલમાં પહોંચવા માટે દિલ્હી કેપિટલ્સની ટીમ માટે આજની મેચમાં આ સમસ્યાથી ઉભરવું બહુ જરૂરી હતું અને તેને લઈ આજે દિલ્હીએ રણનીતિમાં બદલાવ કર્યો અને પૃથ્વી શૉને બહાર બેસાડી માર્કસ સ્ટૉયનિસ પાસે ઓપનિંગ કરાવી. માર્કસ સ્ટોઈનિસે 27 બોલમાં 38 રનની ઈનિંગ રમી જ્યારે શિખર ધવને 50 બોલમાં 78 રનની શાનદાર ઈનિંગ રમી. હૈદરાબાદના બોલર્સ પાવર પ્લે દરમ્યાન એકપણ વિકેટ નહોતા ખેરવી શક્યા.
જ્યોરે ટૉસ દરમ્યાન ખેલાડીનું નામ ભૂલી ગયા શ્રેયસ ઐય્યર, વોર્નરે મદદ કરી
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો