For Quick Alerts
For Daily Alerts

IPL 2020: દિલ્હીની લગાતાર બીજી જીત, 44 રને ચેન્નાઇની હાર
આઈપીએલની 13 મી સીઝનમાં દિલ્હીની ટીમે તેની જીતની લય જાળવી રાખી છે. શુક્રવારે દુબઇમાં રમાયેલી આઈપીએલની સાતમી મેચમાં, દિલ્હી કેપિટલ્સએ પૃથ્વી શો (64)ની શાનદાર અડધી સદીની ઇનિંગ્સની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને 44 રનથી હરાવી હતી. આ સિઝનમાં દિલ્હીની આ સતત બીજી જીત છે. આ મેચમાં દિલ્હીએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી અને ચેન્નાઈ સામે જીતવા માટે 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હીએ નિર્ધારિત ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈની ટીમ સાત વિકેટ ગુમાવ્યા બાદ 131 રન બનાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી.
આ પણ વાંચો: DC vs CSK: દિલ્હીએ ચેન્નાઈને આપ્યો 176 રનનો લક્ષ્યાંક
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
Comments
IPL 2020 ipl Delhi Capitals chennai super kings dc cricket sports mahendra sinh dhoni આઇપીએલ ડીસી ક્રિકેટ સ્પોર્ટસ મહેન્દ્ર સિંહ ધોની
English summary
IPL 2020: Delhi's second consecutive win, Chennai's 44-run defeat
Story first published: Friday, September 25, 2020, 23:26 [IST]