IPL 2020 Final: શું MI સામે DC ઈતિહાસ રચશે? સંભાવિત Xi, હેડ ટૂ હેડ રેકોર્ડ
નવી દિલ્હીઃ આજે આઈપીએલ ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે. જણાવી દઈએ કે મોમેંટમ સંપૂર્ણપણે દિલ્હીની વિરુદ્ધ હતું અને તેઓ સતત મેચ હારી રહ્યા હતા. પરંતુ કહેવાય છેને કે ક્રિકેટમાં ગમે તે થઈ શકે, એવું જ કંઈક દિલ્હી કેપિટલ્સ સાથે થયું અને અંતમાં સતત મેચ જીતી ફાઈનલ સુધી પહોંચી ગઈ.
આ ફાઈનલ મુકાબલામાં મોમેંટમ, ઈતિહાસ, પ્રતિભા વગેરે બધું મુંબઈ ઈન્ડિયન્સના પક્ષમાં છે પરંતુ આજે વિપક્ષીથી સારી હશે તે ટીમ જ જીતશે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માનસિક રીતે તણાવમુક્ત રહેશે અને કોન્ફિડન્સ રહેશે જ્યારે દિલ્હી કેપિટલ્સના ખેમામાં ચિંતા જરૂર જોવા મળશે.
મુંબઈ ઈન્ડિયન્સે આ સીઝનમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ સામે ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં યુવા શ્રેયસ અય્યર એન્ડ કંપનીને ધૂળ ચટાડી. ટ્રેન્ટ બોલ્ટ મુંબઈના નવા બોલના સ્વિંગ બૉલર સાબિત થયા છે જેઓ વિપક્ષી માટે સતત શરૂઆતી ઓવરમાં વાસ્તવિક ખતરો છે જ્યારે મધ્ય ઓવરમાં પાંડ્યા બ્રધર્શ સાથે પોલાર્ડની ઉપસ્થિતિ મુંબઈ ઈન્ડિયન્સને ખાસ દરજ્જો આપે છે. જેમને ખાતર આખરી ચાર ઓવરમાં મુંબઈને નામ 12.68 રન પ્રતિ ઓવરની એવરેજથી બેટિંગ કરવાનો રેકોર્ડ નોંધાયો છે.
ક્વિંટન ડિકૉકનું ફોર્મ, સૂર્યકુમાર યાદવની બેટિંગ, ઈશાન કિશનની આતિશી ઉપરાંત રોહિત અને જસપ્રીત બુમરાહનો ખતરો પણ દિલ્હી કેપિટલ્સ પર મંડરાઈ રહ્યો છે. કુલ મિલાવી આઈપીએલ ઈતિહાસની શ્રેષ્ઠ ટીમ વિરુદ્ધ જીત માટે દિલ્હી કેપિટલ્સે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન લાવવાનું રહેશે.
મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે જ્યાં દિલ્હી પાસે બદલાવના કારણ બહુ ઓછા હશે તેઓ પ્રવિણ દુબેની જગ્યાએ કોઈ પેસરને પરત લાવી શકે છે.
બંને ટીમના પ્લેઈંગ ઈલેવન
દિલ્હી કેપિટલ્સઃ શિખર ધવન, માર્કસ સ્ટોઈનિસ, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, આર અશ્વિન, કગિસો રબાડા, એરિક નોર્જ્યા, પ્રવિણ દુબે/ હર્ષલ પટેલ
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ક્વિટન ડી કૉક, સૂર્યકુમારર યાદવ, ઈશાન કિશન, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, નાથન કૂલ્ટર નાઈલ, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો