For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: ગત સિઝનમાં ઈજાને કારણે બહાર રહેનાર 4 ખેલાડી બની શકે છે મેચવિનર

આઈપીએલ સૌથી લાંબી ચાલતી લીગ છે. એમાંય ઈન્ટરનેશનલ ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ક્રિકેટર્સ આ ટુર્નામેન્ટમાં ભાગ લેતા હોય છે. ત્યારે ઘણીવાર એવું થાય છે કે ખેલાડીઓ ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા જ ઈજાગ્રસ્

|
Google Oneindia Gujarati News

આઈપીએલ સૌથી લાંબી ચાલતી લીગ છે. એમાંય ઈન્ટરનેશનલ ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ક્રિકેટર્સ આ ટુર્નામેન્ટમાં ભાગ લેતા હોય છે. ત્યારે ઘણીવાર એવું થાય છે કે ખેલાડીઓ ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા જ ઈજાગ્રસ્ત થઈ જાય, અથવા શૂરઆતની મેચમાં જ ઈજાગ્રસ્ત થતા ટુર્નામેન્ટ છોડવી પડે. રાજસ્થાન રોયલ્સે ખરીદેલા જોફ્રા આર્ચર હાલ આ જ રીતે ઈજાગ્રસ્ત થાય છે, અને તેમણે આખી ટુર્નામેન્ટ ગુમાવવી પડશે. જો કે સામે કેટલાક એવા ખેલાડીઓ પણ છે જે ઈજાને કારણે ગત સિઝનમાં નહોતા રમી શક્યા, પરંતુ આ વખતે મેચ વિનર સાબિત થઈ શકે છે.

લુંગી એનગિડી

લુંગી એનગિડી

દક્ષિણ આફ્રિકાના યંગ ટર્ક ફાસ્ટ બોલર લુંગી એનડીગીએ 2018માં ભારત વિરુદ્ધ સારુ પ્રદર્શન કરીને પોતાની ઓળખ બનાવી હતી. ત્યારથી એનગિડી સતત ચર્ચામાં રહ્યા છે, અને પોતાના પર્ફોમન્સથી તે ચેન્નાઈ સુપરકિંગ્સનો હિસ્સો બન્યા હતા. 2018માં ચેન્નાઈની જીતમાં એનગિડીનો મોટો ફાળો રહ્યો હતો. જો કે ગત વર્ષે ઈજાને કારણે તેમને ટુર્નામેન્ટ ગુમાવવી પડી હતી. આ વર્ષે તો એનગિડી ફિટ છે, અને બોલિંગથી બેટ્સમેનોને હંફાવવા તૈયાર છે.

ડેલ સ્ટેન

ડેલ સ્ટેન

દક્ષિણ આફ્રિકાના વિકેટ મશીન ડેલ સ્ટેન વર્લ્ડ ક્રિકેટના સૌથી ખતરનાક બોલર્સમાંના એક છે. પરંતુછેલ્લા કેટલાક વર્ષોથી ડેલ સ્ટેન ઈજા અને ફિટનેસના કારણે મેદાનની બહાર રહે છે. ગત વર્ષે હરાજીમાં તો સ્ટેનને કોઈએ નહોતા ખરીદ્યા. પરંતુ ગત વર્ષ બેંગ્લોરે નાથન કુલ્ટર નાઈલની જગ્યાએ સ્ટેનને સ્ક્વોડમાં સામેલ કર્યા છે. જો કે ડેલ સ્ટેન શરૂઆતની કેટલીક મેચ બાદ ખભાની ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. પરંતુ આ વર્ષે ફરી તે આરસીબી માટે રમવા તૈયાર છે. હાલ મજાંસી સુપર લીગમાં સ્ટેને 8 મેચમાં 15 વિકેટ ઝડપીને પોતાનું ફોર્મ દર્શાવી દીધુ છે.

વરુણ ચક્રવર્તી

વરુણ ચક્રવર્તી

આઈપીએલની ગત સિઝનની હરાજી દરમિયાન પંજાબે એક અજાણ્યા બોલર વરુણ ચક્રવર્તી માટે મોટી બોલી લગાવી હતી, અને લોકોને ચોંકાવતા તેમને પોતાની ટીમમાં લઈ લીધા. વરુણ ચક્રવર્તીને પંજાબ માટે ગણતરીની જ મેચ રમવાની તક મળી હતી, બાદમાં તે ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયા. વરુણ ચક્રવર્તીએ ગત સિઝનમાં કોઈ ખાસ પર્ફોમન્સ નહોતુ કર્યુ. આ વખતે તે કોલકાતા નાઈટરાઈડર્સ તરફથી રમતા દેખાશે. તામિલનાડુ પ્રીમયિર લીગમાં તેમની સારી બોલિંગને કારણે કદાચ KKRએ તેમના પર પસંદગી ઉતારી છે. ત્યારે કોલકાતાને વરુણ પાસેથી ઘણી આશા હશે.

હર્ષલ પટેલ

હર્ષલ પટેલ

ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રતિભાશાળી ઓલરાઉન્ડર તરીકે જાણીતા હરિયાણાના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ લાંબા સમયથી આઈપીએલ રમી રહ્યા છે. કેટલીક મેચમાં હર્ષલે સારુ પ્રદર્શન કરીને ટીમને જીતાડી પણ છે. છેલ્લા કેટલાક સમયથી હર્ષ દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. પરંતુ ગત સિઝનમાં ઈજાને કારણે તેમને બહાર બેસવુ પડ્યુ હતુ. જો કે આ વખતે હર્ષલ ફિટ છે, અને મેદાન પર ધમાલ મચાવવા તૈયાર છે.

આ પણ વાંચો: IPL 2020: આ ત્રણ ખેલાડીઓ રાજસ્થાન રોયલ્સમાં ઈજાગ્રસ્ત જોફ્રા આર્ચરની જગ્યા લઈ શકે છે!

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 four players who were injured last season can be hit in these season
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X