IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ જીત્યો, કોલકાતા પહેલાં બેટિંગ કરશે
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનો 46મો મેચ આજે શારજાહના મેદાન પર કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે. કોલકાતાની ટીમે 11 મેચમાં 6 જીત હાંસલ કરી છે જ્યારે પંજાબની ટીમે સતત 4 જીત હાંસલ કર્યા બાદ 10 પોઈન્ટ સુધી પહોંચી ગઈ છે. પંજાબ માટે જ્યાં આ મેચ કરો યા મરોની બની છે ત્યારે કેકેઆરની ટીમ આ મેચને જીતી પ્લેઑફમાં જગ્યા બનાવવા એક ડગલું આગ વધવા ઈચ્છશે.
શારજાહના મેદાન પર કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ટૉસ જીત્યો અને પહેલા બોલિંગ કરવાનો ફેસલો કર્યો. ટૉસ જીત્યા બાદ કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે અમે પાછલી કેટલીક મેચ રનનો પીછો કરતા જીત્યા છીએ અને ઉમ્મીદ કરીએ છીએ કે આજની મેચમાં થોડો ડ્યૂ ફેક્ટર પણ અમારો સાથ આપી શકે છે.
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે આજની મેચમાં કોઈ બદલાવ નથી કર્યો જ્યારે કોલકાતાની ટીમે પણ કોઈ બદલાવ નથી કર્યો. આંદ્રે રસેલ કોલકાતા માટે જ્યારે મયંક અગ્રવાલ પંજાબ માટે આજની મેચમાં પણ ઉપલબ્ધ નથી.
ટૉસ હાર્યા બાદ કોલકાતાના કેપ્ટન મોર્ગને કહ્યું કે તેમની ટીમ પ આજની મેચમાં પહેલા બોલિંગ કરવા માંગતી હતી કેમ કે તેમના હિસાબે પિચ પર કોઈ ખાસ બદલાવ નથી થયો, અને બીજી ઈનિંગમાં ડ્યૂ ફેક્ટર આવી શકે છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો