
IPL 2020: હરાજીમાં શાનદાર બોલી લગાવ્યા બાદ આ છે KKRની સંભવિત ટીમ, આ હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન!
કોલકાતા નાઈટ રાઇડર્સે હરાજીમાં મોટી બોલીઓ લગાવી. આઈપીએલ હરાજી 2020 માં કોલકાતા નાઈટ રાઇડર્સ પૈંટ કમિન્સ પર 15.5 કરોડની બોલી લગાવીને સૌથી વધુ ચર્ચામાં રહી છે. આ સાથે કમિંસ આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંધો વિદેશી ખેલાડી બની ગયો છે. ઇયોન મોર્ગનમે 5.25 કરોડમાં ખરીદ્યો. આ વાતથી એ સાબિત થયુ કે કોલકાતાની ટીમ ફાસ્ટ બોલિંગમાં સુધારા કરી રહી છે. આ ઉપરાંત હરાજીમાં કોલકાતાએ સ્પિનર વરુણ ચક્રવર્તીને પણ લીધો. પિયુષ ચાવલા અને કેસી કરિયપ્પાની ખાલી પડેલી જગ્યા ભરવા માટે ચક્રવર્તી માટે 4 કરોડ ખર્ચ્યા.
કેકેઆર માટે મની બેક ખેલાડી ઇંગ્લેન્ડનો 21 વર્ષીય ટોમ બેંટન સાબિત થયો. જેને ક્રિસ લિનની જગ્યાએ ટીમે ખરીદ્યો. આ સિવાય ક્રિસ ગ્રીન, પ્રવીણ તાંબે, મણિમન સિદ્ધાર્થ અને મધ્યમ ક્રમના વિકેટકીપર બેટ્સમેન નિખિલ નાઈકને છેલ્લે છેલ્લે બેઝ પ્રાઈઝ પર ખરીદ્યા.
રાહુલ ત્રિપાઠીને 60 લાખમાં ખરીદવાનો નિર્ણય ફ્રેન્ચાઇઝી માટે ફાયદાનો સોદો છે. જે ટોપ ઓર્ડરમાં રોબિન ઉથપ્પાનો સારો વિકલ્પ બની શકે છે.

રિટેન ખેલાડી
દિનેશ કાર્તિક, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, કુલદીપ યાદવ, શુબમન ગિલ, લોકી ફર્ગ્યુસન, નીતીશ રાણા, સંદીપ વારિયર, હેરી ગુર્ને, કમલેશ બાર્કોટી, શિવમ માવી, પ્રિસિધ ક્રિષ્ના, રિંકુ સિંઘ, સિદ્ધેશ લાડ (ટ્રેડ ઇન)

નવી ખરીદાયેલા ખેલાડીઓ
ઇઓન મોર્ગન (5.25 કરોડ), પૈંટ કમિંસ (15.5 કરોડ), રાહુલ ત્રિપાઠી (60 લાખ રૂપિયા), વરૂણ ચક્રવર્તી (4 કરોડ), મણિમન સિધ્ધાર્થ (20 લાખ રૂપિયા), નિખિલ નાઈક (20 લાખ રૂપિયા) , પ્રવીણ તાંબે (ર20 લાખ), ટોમ બેન્ટન (1 કરોડ), ક્રિસ ગ્રીન (20 લાખ રૂપિયા)

શું કહે છે આ હરાજી?
કમિંસને ખરીદીને કોલકર્તાએ ઘરેલુ ભારતીય બોલરો કમલેશ નાગરકોટી, પ્રિસિધ કૃષ્ણ અને શિવમ માવી પર પ્રેસર ઓછુ કર્યુ છે. તે ઉપરાંત નવા બોલ સાથે બોલિંગ કરી શકે એવો એક બોલર પણ મેળવ્યો. ઇડન ગાર્ડન્સની પીચ પર કમિંસ પણ ઘણી ટીમો માટે માથાનો દુખાવો બની શકે છે.
|
સંભવિત ટીમની ઇલેવન
એકંદરે કેકેઆર હરાજીમાં યોગ્ય ખેલાડીઓ પસંદ કરવામાં સફળ રહી છે. જે રોકાણ મુજબ વળતર આપી શકે છે. જો કે ટીમ ઘાયલ આન્દ્રે રસેલનો બેક અપ લેવાનું ચૂકી ગઈ છે પરંતુ મોર્ગન, કાર્તિક અને મિડલ ઓર્ડરમાં નીતિશ રાણા સાથે મજબુત લાઈનઅપ કર્યુ છે.

સંભવિત પ્લેઈંગ ઈલેવન
રાહુલ ત્રિપાઠી, શુબમન ગિલ, નીતીશ રાણા, ઇઓન મોર્ગન, દિનેશ કાર્તિક, આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, વરૂણ ચક્રવર્તી, પેટ કમિંસ, કુલદીપ યાદવ, કમલેશ નાગેરકોટી / શિવમ માવી
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો