• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2020 KKR vs RCB: કોલકાતા નાઈટ રાઈડર્સના નામે શર્મનાક રેકોર્ડ

|

નવી દિલ્હીઃ 21 ઓક્ટોબરે આઈપીએલના મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ધમાકેદાર ટક્કર થઈ હતી. જેમાં બેંગ્લોરના બોલર્સે કોલકાતાના બેટ્સમેનને એક એક રન કાઢવા માટે હંફાવ્યા હતા. આની પહેલાં શારજાહ મેદાનમાં 82 રને કરારી હાર આપી હતી. આબૂ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં મેન ઈન ગોલ્ડ અને પર્પલ વાપસી કરી રહ્યા હતા. જો કે ટૉસ જીત્યા બાદ અને પહેલા બેટિંગ કરવા માટે પસંદ કર્યા બાદ તેમના માટે ચીજો અજીબ થવા લાગી. તેમના પક્ષમાં કંઈ ના રહ્યું. પહેલાં બેટિંગ કરવા પર પણ હાર મળી અને પહેલાં બોલિંગ કરવા પર પણ હાર મળી.

કેકેઆરને એક નિશ્ચિત રીતે મોહમ્મદ સિરાજે ધ્રૂજાવી મૂક્યું હતું, જેમને સ્પિનર શાહબાજ અહમદની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી હતી. અનિવાર્ય પાવરપ્લેમાં સ્પીડસ્ટરે કેકેઆર બેટ્સમેનોને ખુબ નચાવ્યા. બેટ્સમેનોને કઈ રીતે રન કાઢવા કંઈ આઈડિયા જ નહોતા કેમકે તેમણે નિયમિત અંતરાલમાં વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી છ ઓવરમાં ઈયોન મોર્ગન અને કંપનીએ 17 રન બનાવ્યા અને ચાર વિકેટ ગુમાવી.

સિરાજે રાહુલ ત્રિપાઠીના બેટથી બાહરી કિનારો નિકવાની સાથે વિકેટ લેવી શરૂ કરી. એબી ડિવિલિયર્સે વિકેટની પાછળ તેજીથી આ કેચ લપકી લીધો. આગલી જ બોલ પર તેમણે નીતિશ રાણા પર હુમલો બોલ્યો અને ઝીરો રનમાં પેવેલિયન ભેગો કર્યો. જે બાદ શુભમન ગિલને ચાલતો કર્યો.

કોલકાતા નાઈટ રાઈડર્સે પહેલી ઈનિંગના 21 બોલમાં જ તમામ ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સીમ-ફ્રેંડલી સપાટી પર બેટિંગ કરવું ભારે પડ્યું. દંગ કરતી વાત તો એ છે કે આરસીબીના વિરાટ કોહલી પણ પહેલાં બેટિંગ કરવા માંગતા હતા.

આ દરમ્યાન નાઈટ્સે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પાવરપ્લેમાં પાંચમો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો. જો કે આ કેકેઆરનો સૌથી ઓછો સ્કોર હતો. રાજસ્થાન રોયલ્સ દ્વારા બે વિકેટ પર 14 રનનો સ્કોર સૌથી ઓછો છે. આ સ્કોર પણ 2009માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જ બન્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020 KKR vs RCB: Shameful record for Kolkata Knight Riders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X