For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આ ત્રણ બેટ્સમેને એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા

IPL 2020: આ ત્રણ બેટ્સમેને એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા

|
Google Oneindia Gujarati News

આઈપીએલ શરૂ થયા બાદ ટી20 ક્રિકેટમાં ખેલાડીઓની રમત વધુ આક્રમક થઈ છે. ફટાફટ ક્રિકેટ તરીકે ઓળખાતા આ ફોર્મેટમાં ખેલાડીઓ પીચ પર ઉભા રહેવાની બદલે મોટા શોટ્સ મારવાનું પસંદ કરે છે, અને ક્યારેક ખેલાડીઓ તોફાની બેટિંગ પણ કરે છે.

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલના ઈતિહાસમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ મોટી ઈનિંગ્સ રમી ચૂક્યા છે. અને આ દરમિયાન બેટ્સમેનોએ ઢગલાબંધ ફોર અને સિક્સ ફટકારી છે. આ લિસ્ટમાં ક્રિસ ગેલ, હાર્દિક પંડ્યા, બ્રેન્ડન મેક્કુલમ, એબી ડીવિલિયર્સ જેવા ખેલાડીઓનું નામ સામેલ છે. અમે તમને એવા ખેલાડીઓ વિશે વાત કરીશું, જેના નામે સૌથી વધુ સિક્સર્સ મારવાનો રેકોર્ડ છે.

ક્રિસ ગેલ

ક્રિસ ગેલ

ગેલને ટી20 ક્રિકેટના સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. તેમની બેટિંગ સ્ટાઈલ જ એવી છે કે બોલ મોટાભાગે હવામાં રહે છે. એટલે જ ગેલને યુનિવર્સલ બૉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિસ ગેલે આઈપીએલમાં ઘણી શાનદાર ઈનિંગ્સ રમી છે. અને તેમના નામે સૌથી વધુ સિક્સર્સ મારવાનો પણ રેકોર્ડ છે.

2012માં દિલ્હી ડેરડેવિલ્સ સામે ક્રિસ ગેલે 62 બોલમાં 128 રનની ઈનિંગ રમી હતી. જેમાં 7 ફોર અને 13 સિક્સ હતી. આ ઈનિંગમાં તેમનો સ્ટ્રાઈક રેટ 206.45નો હતો. ગેલની આ જ ઈનિંગને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હીને 20 ઓવરમાં 216નો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં દિલ્હી 194 રન બનાવી શક્યુ હતુ.

બ્રેન્ડન મેક્કુલમ

બ્રેન્ડન મેક્કુલમ

ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડી મેક્કુલમે આઈપીએલ કરિયરની શરૂઆત કોલકાતા નાઈટરાઈડર્સની સાથે કરી હતી. અને પહેલી જ મેચમાં તેમણે બેંગ્લોર સામે આક્રમક બેટિંગ કરી હતી. મેક્કુલમે પહેલી સિઝનની પહેલી જ મેચમાં 73 બોલમાં 158 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેમનો સ્ટ્રાઈક રેટ 216.43 હતો.

આ ઈનિંગમાં તેમણે 13 સિક્સર્સ અને 10 ફોર લગાવી હતી. જેના કારણે કોલકાતાએ 20 ઓવરમાં 222 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ માત્ર 82 રન જ બનાવી શકી હતી.

ફરી ગેલ

ફરી ગેલ

ક્રિસ ગેલનું નામ આ લિસ્ટમાં ત્રીજા અને પહેલા બંને નંબરે આવે છે. સૌથી વધુ સિક્સર્સ મારવાનો રેકોર્ડ ગેલના નામે જ છે. જે 2013માં પૂણે સામેની મેચમાં બન્યો હતો. ગેલે આ મેચમાં 66 બોલમાં 175 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 265.15નો હતો. આ મેચમાં ક્રિસ ગેલે 17 સિક્સર્સ ફટકારી હતી.

IPLના ઈતિહાસમાં આ ખેલાડીઓ રમ્યા છે સૌથી વધુ બોલIPLના ઈતિહાસમાં આ ખેલાડીઓ રમ્યા છે સૌથી વધુ બોલ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 know about 3 players who hit most sixers in one match
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X