IPL 2020: આ છે દરેક ટીમના સૌથી વધુ ઉંમરલાયક અને યુવાન ખેલાડીઓ
IPL 2020ની શરૂઆત થવાને આડે ગણતરીના દિવસો બાકી છે. દરેક ફ્રેન્ચાઈઝી ઓક્શનમાં પોતાની ટીમને મજબૂત કરી ચૂકી છે. આઈપીએલની ખાસ વાત એ છે કે આ પ્લેટફોર્મ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને નવી પ્રતિભા આપે છે. આ ઉપરાંત નવા ખેલાડીઓને મોટા પ્લેટફોર્મ પર ટેલેન્ટ બતાવવાની તક મળે છે. 2020ની આપીએલમા દરેક ટીમ પાસે નવી પ્રતિભા તો છે જ, સાથે જ અનુભવી ખેલાડીઓ પણ છે. જૂના ખેલાડીઓની હાજરીથી ફાયદો એ છે કે તેમનો અનુભવ પ્રેશર સિચ્યુએશનમાં કામ આવે છે. ત્યારે ચાલો જાણીએ આઈપીએલ 2020ની દરેક ટીમના સૌથી ઉંમરલાયક અને યુવાન ખેલાડીઓ વિશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ડેલ સ્ટેનને બેંગ્લોરે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ગત વર્ષે પણ સ્ટેન બેંગ્લોર તરફથી રમ્યા હતા. 36 વર્ષના આ ખેલાડી આપીએલમાં 92 મેચ રમી ચૂક્યા છે.આટલી મેચમાં સ્ટેન 96 વિકેટ ઝડપી ચૂક્યા છે. આ વર્ષે પણ તેઓ બેંગ્લોરના બોલિંગ એટેકને સંભાળશે.
સૌથી યુવાન ખેલાડી: દેવદત્ત પડીકલ (19 વર્ષ)
દેવદત્ત પડીકલ બેંગ્લોરના સૌથી યુવાન ખેલાડી છે. તે કર્ણાટકના ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. દેવદત્ત હજી સુધી આઈપીએલમાં ડેબ્યુ નથી કરી ચૂક્યા પરંતુ IPL 2020માં તે ડેબ્યુ કરી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ
સૌથી ઉંમરલાયક ખેલાડી: લસિથ મલિંગા (36 વર્ષ)
મલિંગાને ટી20 ઈતિહાસના સૌથી બેસ્ટ ખેલાડી માનવામાં આવે છે. તેમણે આ ફોર્મેટમાં પોતાની બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું છે. મલિંગા લાંબા સમયથી આઈપીએલમાં રમી રહ્યા છે, અને આ વર્ષે તેઓ મુંબઈનો ભાગ છે.
સૌથી યુવાન ખેલાડીઃ રાહુલ ચહર (20 વર્ષ)
રાહુલ ચહરે ગત સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. તે મુંબઈ માટે સ્પિન બોલિંગથી સંખ્યાબંધ વિકેટ ઝડપી ચૂક્યા છે. રાહુલ મુંબઈ ઈન્ડિયન્સના સૌથી યુવાન ખેલાડી છે અને તેના પર મોટી જવાબદારી પણ છે.

ચેન્નાઈ સુપરકિંગ્સ
સૌથી ઉંમરલાયક ખેલાડીઃ ઈમરાન તાહિર (40 વર્ષ)
ઈમરાન ઉપરાંત પણ ચેન્નાઈ પાસે ઉંમરલાયક ખેલાડીઓ છે. જો કે તાહિર ગત વર્ષે સૌથી સારુ પ્રદર્શન કરી ચૂક્યા છે. અને આ વર્ષે પણ તેમના પર મોટી જવાબદારી છે. તાહિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, પરંતુ તે આઈપીએલ રમશે.
સૌથી યુવાન ખેલાડી: સેમ કરન (20 વર્ષ)
ઈંગ્લેન્ડના સેમ કરન ખૂબ ઓછી ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું નામ બનાવી ચૂક્યા છે. ગત વર્ષે તે પંજાબ માટે જબરજસ્ત પ્રદર્શન કરી ચૂક્યા છે. આ વર્ષે તે ચેન્નાઈ માટે રમશે.

દિલ્હી કેપિટલ્સ
સૌથી ઉંમરલાયક ખેલાડીઃઅમિત મિશ્રા (37 વર્ષ)
અમિત મિશ્રા ઘણા વર્ષથી આઈપીએલ રમી ચૂક્યા છે અને તેમનું પ્રદર્શન સારુ રહ્યું છે. મિશ્રાએ હજી સુધી તો સંખ્યાબંધ વિકેટ ઝડપી છે અને દિલ્હી માટે તે સૌથી અનુભવી ખેલાડી છે.
સૌથી યુવાન ખેલાડી: સંદીબ લામિનાચે (19 વર્ષ)
સંદીપ નેપાળના સૌથી પ્રસિદ્ધ ખેલાડી છે. અને પોતાની બોલિંગથી દર્શકોને પ્રભાવિત કરી ચૂક્યા છે. આ વર્ષે તે દિલ્હીના ધમાકા પેકેટ સાબિત થઈ શકે છે.

કિંગ્સ ઈલેવન પંજાબ
સૌથી ઉંમરલાયક ખેલાડીઃક્રિસ ગેલ (40 વર્ષ)
ક્રિસ ગેલ ટી 20ના જબરજસ્ટ ખેલાડી છે. તે આઈપીએલમાં રનનો અંબાર ખડકી ચૂક્યા છે. અને પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. અને આટલી ઉંમરે પણ તે પીચ પર આવે ત્યારે બોલરોમાં ખૌફ દેખાય છે.
સૌથી યુવાન ખેલાડીઃ મુજીબ ઉર રહમાન (18 વર્ષ)
રહમાન ગત સિઝનમાં પંજાબ તરફથી રમ્યા હતા. રહેમાને ખૂબ ઓછી ઉંમરે રમવાનું શરૂ કર્યુ હતુ અને પોતાની બોલિંગથી સંખ્યાબંધ વિકેટ ઝડપી ચૂક્યા છે. તે પ્લેઈંગ 11નો મહત્વનો હિસ્સો રહેશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ
સૌથી ઉંમરલયાક ખેલાડીઃ પ્રવીણ તાંબે (48 વર્ષ)
આઈપીએલના ઈતિહાસમાં પ્રવીણ તાંબે સૌથી વરિષ્ઠ ખેલાડી છે. તે લાંબા સમયથી આ ફોર્મેટમાં રમી રહ્યા છે. આ વર્ષે કોલકાતાએ તેમને પોતાની સ્ક્વોડમાં સમાવ્યા છે. તાંબે પોતાના અનુભવથી નવા ખેલાડીઓને મદદ કરી શકે છે.
સૌથી યુવાન ખેલાડીઃ કમલેશ નગરકોટી (20 વર્ષ)
કમલેશે અંડર 19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. બાદમાં તે આઈપીએલમાં રમ્યા. જો કે આઈપીએલમાં કમલેશનું પ્રદર્શન ખાસ નથી રહ્યું પરંતુ આ વર્ષે તેમના પર નજર રહેશે.
સૌથી ઉંમરલાયક ખેલાડીઃ રોબિન ઉથપ્પા (34 વર્ષ)
રોબિન ઉથપ્પા ઓક્શન દરમિયાન રાજસ્થાન રોયલ્સનો ભાગ બન્યા છે. મહત્વની વાત એ છે કે આ ટીમ પાસે વધુ ઉંમરલાયક ખેલાડીઓ નથી. 34 વર્ષના ઉથપ્પાનું નામ લિસ્ટમાં આવવું એ જ ચોંકાવનારુ છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ
સૌથી ઉંમરલાયક ખેલાડીઃ રિદ્ધિમાન સહા (35 વર્ષ)
સહા ટેસ્ટના ખેલાડી તરીકે જાણીતા છે, પરંતુ આઈપીએલમાં તે શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. તે SRHની ટીમનો મહત્વનો ભાગ છે. આ 35 વર્ષના ખેલાડી શાનદાર પ્રદર્શન કરી શકે છે.
સૌથી યુવાન ખેલાડીઃ અબ્દુલ શામદ (18 વર્ષ)
અબ્દુલના નામ અંગે મોટા ભાગના ક્રિકેટ ખેલાડીઓને જાણ નથી. પરંતુ તે એક શાનદાર બેટ્સમેન છે અને કેટલાક સમયથી તેમનું પ્રદર્શન સારુ રહ્યું છે. શામદને SRHની ટીમમાં સ્થાન મળી શકે છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો