For Quick Alerts
For Daily Alerts
IPL 2020: કોહલીએ ઈતિહાસ રચ્યો, સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો
નવી દિલ્હીઃ આઈપીએલ સીઝન 13ના 31મા મુકાબલામાં કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ ઉતરતાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. જણાવી દઈએ કે કોહલી કોઈપણ એક ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ મેચ રમનાર પહેલા ખેલાડી બની ગયા છે. તેમની પહેલાં કોઈપણ ખેલાડીના નામે આ રેકોર્ડ નોંધાયો નથી.
ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી
- વિરાટ કોહલી- આરસીબી માટે 200 મેચ રમી
- એમએસ ધોની- સીએસકે માટે 191 મેચ રમી
- સુરેશ રૈના- સીએસકે માટે 187 મેચ
- કીરોન પોલાર્ડ- એમઆઈ માટે 177 મેચ
- રોહિત શર્મા- એમઆઈ માટે 159 મેચ
ઉલ્લેખનીય છે કે કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે 2008થી જોડાયેલો છે. કોહલી અત્યાર સુધીમાં આરસીબી દ્વારા રમાયેલ મેચમાં માત્ર ચાર મેચમાં જ ટીમથી બહાર રહ્યો છે. વિરાટે આરસીબી સાથે સતત 129 મેચ રમવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
આઈપીએલમાં એક ટીમ માટે સતત સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓ
- સુરેશ રૈના- સીએસકે- 134 મેચ
- રોહિત શર્મા- એમઆઈ- 133 મેચ
- વિરાટ કોહલી- આરસીબી- 129 મેચ
- એમ એસ ધોની- સીએસકે- 119 મેચ
- ગૌતમ ગંભીર- કેકેઆર- 108 મેચ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો