• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RR vs KXIP: મયંક અગ્રવાલની પહેલી સદી, IPLમાં સૌથી તેજ લગાવનાર બીજા ભારતીય

|

કિંગ્સ ઈલેવન પંજાબના ઓપનર મયંક અગ્રવાલે આઈપીએલમાં પોતાની પહેલી સદી ફટકારી. તેમણે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રવિવારે સીઝનની 9મી મેચમાં સદી લગાવી. મયંકે 50 બોલમાં 106 રનની ઈનિંગ રમી. તેમણે 10 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. ટૉમ કરનના બોલ પર સંજૂ સેમસને તેમનો કેચ પકડી લીધો. તેમણે શ્રેયલ ગોપાલની બોલ પર ચોગ્ગો ફટકારી સદી પૂરી કરી.

મયંક અગ્રવાલ આઈપીએલમાં સૌથી તેજ સદી લગાવનાર બીજા ભારતીય બેટ્સમેન બની ગયા છે. તેમણે આ મામલે મુરલી વિજયને પાછળ છોડી દીધો. વિજયે ચેન્નઈ માટે રમતાં 2010માં રાજસ્થાન વિરુદ્ધ 2010માં 46 બોલમાં સદી ફટકારી હતી. મયંકે 45 બોલમાં જ સદી ફટકારી દીધી. તેનાથી તેજ સદીનો રેકોર્ડ યૂસુફ પઠાન પાસે છે. પઠાને રાજસ્થાન રોયલ્સ માટે રમતમાં મુંબઈ વિરુદ્ધ 2010માં 37 બોલમાં સદી ફટકારી હતી.

RR vs KKR: સંજૂ સેમસને લગાવી છગ્ગાની સદી, ખાસ ક્લબમાં સામેલ થયો

રાહુલ અને મયંકે કિંગ્સ ઈલેવન પંજાબ માટે કોઈપણ વિકેટ માટે બીજી સૌથી મોટી પાર્ટનરશીપ કરી. તેમણે શૉન માર્શ અને અજહર મહમૂદને પાછળ છોડી દીધા. માર્શ અને મહમૂદે 2013માં મુંબઈ વિરુદ્ધ ત્રીજી વિકેટ માટે 148 રનની પાર્ટનરશિપ કરી હતી. રાહુલ અને મયંકથી આગળ એડમ ગિલક્રિસ્ટ અને શૉન માર્શ છે. બંનેએ 2011માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ બીજી વિકેટ માટે 2020 રનની ભાગીદારી કરી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: Mayank Agrawal become 2nd inidan player to hit fastest century
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X