• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2020 RCB vs MI: રોહિત શર્મા અને કોહલી આજે આમને-સામને, આવી હોઈ શકે બંનેની પ્લેઈંગ ઈલેવન

|

આઈપીએલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આમને સામને થશે. બંને જ ટીમ આ સીઝનનો પોતાનો બીજો મુકાબલો જીતવા માટે મેદાનમાં ઉતરશે. રોહિત શર્માની આગેવાની વાળી મુંબઈ જ્યાં જીતના લયને યથાવત રાખવા ઉતરશે ત્યારે જ વિરાટની કપ્તાનીમાં બેંગ્લોર જીતના પાટા પર પરત ફરવા માંગશે. દુબઈમાં રમાનાર મુકાબલામાં બંને ટીમની કંઈક આવી પ્લેઈંગ ઈલેવન હોય શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન

બેંગ્લોર તરફથી ફરી એકવાર દેવદત્ત પડીક્કલ અને આરોન ફિંચ ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. જ્યારે મધ્યમ ક્રમમાં કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ રમવા ઉતરશે. આ ઉપરાંત પાર્થિવ પટેલ, મોઈન અલી, શિવમ દુબેને મોકો મળી શકે છે. જ્યારે બોલિંગમાં વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

લાઈનઅપ

લાઈનઅપ

  • બેટ્સમેનઃ દેવદત્ત પડીક્કલ, આરોન ફિંચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ
  • વિકેટકીપરઃ પાર્થિવ પટેલ
  • ઑલરાઉન્ડરઃ મોઈન અલી, શિવમ દુબે
  • બોલરઃ વૉશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ
મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા અને ક્વિંટન ડીકોક ફરી એકવાર મુંબઈ તરફથી ઓપનિંગ બેટ્સમેનની જવાબદારી સંભાળતા જોવા મળી શકે છે. જ્યારે મધ્યમ ક્રમમાં સૌરભ તિવારી, સૂર્યકુમાર યાદવ, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા રમશે. આ ઉપરાંત બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રાહુલ ચહર અને જેમ્સ પેટિંસન મેદાનમાં ઉતરશ.

  • બેટ્સમેનઃ રોહિત શર્મા, સૌરભ તિવારી, સૂર્યકુમાર યાદવ
  • વિકેટકીપરઃ ક્વિંટન ડીકોક
  • ઓલરાઉન્ડરઃ કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા
  • બોલરઃ ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રાહુલ ચહર અને જેમ્સ પેટિંસન

IPL 2020: ઈતિહાસ રચીને પણ ટૉપ પર ના પહોંચી શક્યું રાજસ્થાન, જાણો પોઈન્ટ ટેબલની ડિટેલ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020 RCB vs MI: probable playing 11, dream 11 team, match preview
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X