
IPL 2020: રાજસ્થાન રોયલ્સે ઓસ્ટ્રેલિયન ખેલાડીને બનાવ્યા ફાસ્ટ બોલિંગ કોચ
ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર રૉબ કાસેલને પોતાના નવા ફાસ્ટ બોલિંગ કોચ બનાવ્યા છે. આઈપીએલ 2020 માટે કાસેલ રાજસ્થાન સાથે જોડાશે. ગત સિઝનમાં આ જવાબદારી સ્ટેફન જોન્સે સંભાળી હતી, તે પણ આ ટુર્નામેન્ટમાં રાજસ્થાન સાથે રહેશે. જો કે હવે તે ઓફ સિઝનમાં ડેવલમેન્ટ કોચ તરીકે કામ કરશે.
રાજસ્થાનના હેડ કોચ એન્ડ્રુયુ મેકડોનાલ્ડે કહ્યું,’અમે કાસેલને લાવીને ખુશ છીએ. વિક્ટોરિયાના કારણે અમારા સારા સંબંધો છે. મેં તેના કરિયરને નજીકથી જોડું છે. તે એવા ખેલાડી છે, જે બોલિંગ કોચ તરીકે ખૂબ મહેનત કરી ચૂક્યા છે. તેમનું ધ્યાન માત્ર કોચિંગ પર હશે. અને તેમના માર્ગદર્શનમાં ફાસ્ટ બોલર્સ સારુ પ્રદર્શન કરવામાં સફળ થયા છે.’
તો આઈપીએલમાં રાજસ્થાન સાથે જોડવા અંગે કાસેલે કહ્યું,’હું રાજસ્થાન સાથે કામ કરવા તૈયાર છું. રાજસ્થાન પાસે ભારતીય અને વિદેશી બોલર્સનું સારુ મિશ્રણ છે. હું પાછલા કેટલાક સમયથી રાજસ્થાનને ઓબ્ઝર્વ કરી રહ્યો છું અને તેમની બોલિંગ ખૂબ જ સારી છે. હું ટીમને વધુ સારુ પ્રદર્શન કરવા માટે મદદ કરીશ.’
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો