રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફેન્સને આપી ખેલાડીઓને મળવાની તક, કરવું પડશે આવું
આઈપીએલની 13મી સિઝન શરૂ થતા પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાનો લોગો બદલ્યો છે. સાથે જ બેંગ્લોરે પોતાના ફેન્સને ખુશ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. બેંગ્લોરની ટીમે ફેન્સને ખેલાડીઓને મળવાની તક આપી છે.
વિરાટ કોહલીની કેપ્ટન્સીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ વર્ષે ઘણા પરિવર્તન કરી રહી છે. ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ બદલાયા બાદ હવે ટીમનો લોગો પણ બદલી નખાયો છે. સાથે જ ટીમે પોતાના ફેન્સને પણ ભેટ આપી છે. ઉલ્લેખનીય છે કે ખેલાડીઓ સાથે સમય વીતાવવા માટે ફેન્સ કંઈ પણ કરવા તૈયાર હોય છે.
જો તમે પણ કોહલી કે ડિવિલિયર્સના ફેન છો, તો તમે તેમની સાથે સમય વીતાવી શકો છો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે હવે એક બાર અને કેફે ખોલ્યુ છે. જ્યાં બેંગ્લોરના ખેલાડીઓ સાથે ફેન્સ સમય વીતાવી શક્શે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના આ નિર્ણયથી ફેન્સ ખુશ છે. કારણ કે હવે ફેન્સ સહેલાઈથી પોતાના ફેવરિટ ખેલાડીઓને મળી શક્શે.
જો ટીમ મેનેજમેન્ટની વાત કરીએ તો બેંગ્લોરે ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઈક હેસન અને કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ તેમજ ઓસ્ટ્રેલિયાના ખેલાડી સાઈમન કેટિચને સ્ટાફમાં સામેલ કર્યા છે. ખેલાડીઓની વાત કરીએ તો આ વખતે ફિંચ અને ક્રિસ મોરિસ બેંગ્લોર તરફથી રમતા દેખાશે.
આ ઉપરાંત ડેલ સ્ટેન ફરી એકવાર બેંગ્લોરની ટીમનો હિસ્સો બન્યા છે. જેને કારણે ટીમની બોલિંગ લાઈનઅપ વધુ મજબૂત બની છે. ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદર પર પણ ટીમનો મદાર રહેશે. આ બંને ખેલાડીઓએ સારુ પ્રદર્શન કરવીને પોતાને સાબિત કરવા પડશે.
અત્યાર સુધી આઈપીએલની 12 સિઝન રમાઈ ચૂકી છે. જો કે હજી સુધી ટીમ ટાઈટલ નથઈ જીતી શકી, પરંતુ ટીમ 2 સિઝનમાં ફાઈનલ સુધી પહોંચી શખી છે. ગત બે સિઝનમાં કોહલી બ્રિગેડ આઈપીએલમાં સારુ પ્રદર્શન નથી કરી શકી. એટલે આ સિઝનમાં ટીમ દબાણમાં દેખાઈ શકે છે.
શેલ્ડન કૉટ્રેલે કહ્યું IPL પહેલા મોહમ્મદ શમીએ સુધારવી પડશે આ ચીજ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો