IPL 2020: MI સામે RR આ બદલાવ કરી શકે, હેડ ટૂ હેડ રેકોર્ડ અને સંભવિત Xi
નવી દિલ્હીઃ આજે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આબુધાબીમાં ધમાકેદાર મુકાબલો થવા જઈ રહ્યો છે. સતત બે હાર બાદ રાજસ્થાન રોયલ્સ ફરી જીતના ટ્રેક પર પાછા ફરવાના ઉદ્દેશ્ય સાથે મેદાનમાં ઉતરશે. બેન સ્ટોક્સ ઉપલબ્ધ હશે પરંતુ ક્વોરેન્ટાઈનમાં હોવાના પગલે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નહિ મળે.
4 મેચમાંથી 2 મેચ હારી ચૂકેલી રાજસ્થાન રોયલ્સ જો ત્રીજી હારથી બચવા માંગે છે તો સંજૂ સેમસન, જોસ બટલર, સ્ટીમ સ્મિથ અને બોલર જોફ્રા આર્ચરે કંઈક ચમત્કાર દેખાડવો પડશે, જેમ કે રાહુલ તેવટિયાએ કોટ્રેલની ઓવરમાં પાંચ છગ્ગા ફટકારીને દેખાડ્યો હતો.
રાજસ્થાન રોયલ્સ રોબિન ઉથપ્પાને બહાર કરી તેની જગ્યાએ યશસ્વી જૈસવાલને લાવી શકે છે. પરંતુ યુવા રિયાન પરાગે હાથ ઉંચા કરી દેતાં ટીમને સમસ્યા થઈ શકે છે. ગૌતમ ગંભીરે આ મેચ પહેલાં જ ચેતવણી આપી દીધી છે કે પરાગ અને ઉથપ્પાનો સમય તેજીથી સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે રાજસ્થાનના બોલર્સની વાત કરીએ તો શ્રેયસ ગોપાલની ફિરકીમાં એ જાદૂ દેખાયો નથી અને જયદેવ ઉનાડકટની બોલને બાઉન્ડ્રી લાઈન સુધી પહોંચાડવામાં બેટ્સમેનોને વધુ સમસ્યા નથી થઈ રહી.
MI vs RR: ડ્રીમ ઈલેવનમાં ટીપ્સ, આ ખેલાડીઓ ફોર્મમાં આવી શકે
બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સમાં દમદાર ખેલાડીઓની સાથે 4 ઓવરસીસ પ્લેયર પણ હાજર છે જેઓ ઘાતક ટીમના ફોર્મમાં સામે વાળી ટીમ પર પ્રહાર કરવા સક્ષમ છે. એવામાં મુંબઈની ટીમમાં કોઈ બદલાવ થાય તેવું જણાઈ નથી રહ્યું.
બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ક્વિંટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિંસન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
રાજસ્થાન રોયલ્સઃ જોસ બટલર, યશસ્વી જૈસવાલ/ રોબિન ઉથપ્પા, સંજૂ સેમસન, રિયાન પરાગ, મહિપાલ લોમરોર, ટોમ કુર્રન, રાહુલ તેવતિયા, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનાડકટ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો